ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ભાજપે દિલ્હીમાં ઑપરેશન લોટ્સ 2.0 શરૂ કર્યું – AAPનો આરોપ

નવી દિલ્હી, 27 જાન્યુઆરી: આમ આદમી પાર્ટી (AAP) એ ફરી એકવાર ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા છે. પાર્ટીએ ફરી એકવાર પોતાના ધારાસભ્યોને ખરીદવાનો આરોપ લગાવતા પુરાવા હોવાનો દાવો કર્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું કહેવું છે કે અમારા ધારાસભ્યોને 25-25 કરોડ રૂપિયાની ઓફર આપવામાં આવી છે, AAP ધારાસભ્યોને તોડવાના પુરાવા ટૂંક સમયમાં સાર્વજનિક કરવામાં આવશે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે AAPએ ભાજપ પર આવો આરોપ લગાવ્યો હોય.

25 કરોડ રૂપિયાની ઑફર અપાઈ: CM કેજરીવાલ

સીએમ કેજરીવાલે X પર પોસ્ટ લખતાં કહ્યું કે, ‘છેલ્લા કેટલાક દિવસોમાં તેઓએ અમારા દિલ્હીના 7 ધારાસભ્યોનો સંપર્ક કર્યો છે અને કહ્યું છે કે, થોડા દિવસો બાદ કેજરીવાલની ધરપકડ કરશે. ત્યાર બાદ તેઓ ધારાસભ્યને તોડી પાડશે. 21 ધારાસભ્યો સાથે વાતચીત કરાઈ છે, અને બાકીઓ સાથે પણ વાત ચાલુ છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર તોડી નાખશે. તમે પણ પાર્ટીમાં આવી જાઓ. 25 કરોડ રૂપિયા આપીશું અને બીજેપીની ટિકિટ પર ચૂંટણી લડાવીશું..’

BJPએ સાત ધારાસભ્યોનો સંપર્ક કર્યો: આતિશી

દિલ્હી સરકારમાં અનેક મંત્રાલયો સંભાળી રહેલા આતિશીએ કહ્યું, ‘અમારા 7 ધારાસભ્યોનો ભાજપે સંપર્ક કર્યો છે. અમારી પાસે આવા એક સંપર્કનું રેકોર્ડિંગ પણ છે. સમય આવશે ત્યારે અમે તે રેકોર્ડિંગ જાહેર કરીશું… જેમ સિંહ ડાગર કેસમાં રેકૉર્ડિંગ બહાર આવ્યું… વીડિયો જાહેર થયો.. આખા દેશે જોયું કે ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને ઑફર આપતા હતા, એ જ રીતે થોડા દિવસો પછી આ રેકોર્ડિંગ પણ બહાર પાડવામાં આવશે.’

બીજેપીએ AAPના દાવાઓને નકારી કાઢ્યા

જોકે, ભાજપે ઑપરેશન લોટ્સ 2.0ના AAPના દાવાને નકારી કાઢ્યા છે. બીજેપી નેતા કપિલ મિશ્રાએ કહ્યું કે, ‘અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ખોટું બોલી રહ્યા છે, જેમ કે તેઓ છેલ્લા સાત વખતથી કરી રહ્યા છે. એક વખત પણ તેઓ કહી શક્યા નથી કે તેમનો સંપર્ક કરવા માટે કયા ફોન નંબરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.”…? કોણે સંપર્ક કર્યો અને મીટિંગ ક્યાં થઈ હતી? તે માત્ર નિવેદન આપે છે અને જતા રહે છે. તેઓ છૂપાઈ રહ્યા છે… તેમના સાથી જેલમાં છે, અને તે વારંવાર ઇડીના સમન્સને ટાળી રહ્યા છે, કારણ કે તેઓ જાણે છે કે તેમની પાસે EDના સવાલો માટે કોઈ જવાબ નથી.

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં AAPએ 70માંથી 62 બેઠકો જીતી હતી. ભાજપને માત્ર 8 બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસ સહિત અન્ય પક્ષોને એક પણ બેઠક મળી નથી.

આ પણ વાંચો: PM મોદીની ડિગ્રી કેસમાં કેજરીવાલ અને સંજયસિંહને રાહત, સુપ્રીમ કોર્ટે ટ્રાયલ પર સ્ટે આપ્યો

Back to top button