બ્રહ્માંડમાં જોવા મળી સફેદ પરી, નાસાએ જાહેર કરી અદ્દભુત તસવીર
NASA, 27 જાન્યુઆરી : બ્રહ્માંડ એક એવી જગ્યા છે જે રહસ્યોથી ભરેલું છે. ઘણું જાણવા છતાં વૈજ્ઞાનિકો હજુ પણ તેના વિશે બહુ ઓછું જાણે છે. સાંસોધનમાં દરરોજ એક નવા ગ્રહની શોધ થાય છે. વૈજ્ઞાનિકો દ્વારા જાહેર કરવામાં આવેલી તસવીરોમાં ક્યારેક બ્રહ્માંડમાં પ્રકૃતિની સુંદરતા જોવા મળે છે તો ક્યારેક તેનું રાક્ષસી સ્વરૂપ. હાલમાં સામે આવેલી તસવીર પણ કઈક આવીજ છે, નાસાના હબલ ટેલિસ્કોપ દ્વારા લેવામાં આવેલી બ્રહ્માંડની આ નવીનતમ તસવીર જે પૃથ્વીથી લગભગ 2000 પ્રકાશવર્ષ દૂર સ્થિત આકાશગંગાની છે, જેમાં એક સુંદર સફેદ પરી જોવા મળે છે. તેને જોઈને એમ થાય છે કે શું ખરેખર આટલી સુંદર ગેલેક્સી હોય શકે?
View this post on Instagram
આ ફોટો એક શાર્પલેસ 2-106 નેબ્યુલા બતાવે છે. તારાઓનું નિર્માણ કરતો આ પ્રદેશ અવકાશમાં ઉડતા ‘સ્નો એંગલ’ જેવો દેખાય છે. તસવીર શેર કરતી વખતે NASAએ લખ્યું હતું કે, ધૂળની એક રિંગ જે બેલ્ટના રૂપમાં કામ કરતાં નેબ્યુલાને ઓવરગ્લાસ આકારમાં ભેગું કરે છે.
નાસા દ્વારા આ પોસ્ટ એક દિવસ પહેલા શેર કરવામાં આવી હતી. ત્યારથી, આ પોસ્ટને 5 લાખથી વધુ લાઇક્સ મળી છે. તેમજ લોકોએ ઘણી કોમેન્ટ્સ પણ કરી છે. એક ઇન્સ્ટાગ્રામ યુઝરે લખ્યું – તે દેવદૂત જેવો દેખાય છે. વિશ્વાસ નથી કરી શકતો કે આપણું બ્રહ્માંડ એટલું સુંદર છે. બીજાએ કહ્યું – ક્યારેક તે દેવદૂત જેવી લાગે છે તો ક્યારેક ઘડિયાળ જેવી.
આ ઉપરણત, થોડા સમય પહેલા યુરોપિયન સ્પેસ એજન્સી (ESA) એ ઈન્સ્ટાગ્રામ પર તસવીરો અને વીડિયોની શ્રેણી શેર કરી હતી જે ઊંડા અવકાશના અદ્રશ્ય અને અવિશ્વસનીય દૃશ્યો દર્શાવે છે. જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ દ્વારા કેપ્ચર કરાયેલા આ ફોટા, એક તારાના સુપરનોવા અવશેષો દર્શાવે છે જેનો કાચની જેમ વિસ્ફોટ થયો છે અને વિખેરાઈ ગયો છે.
આ પણ વાંચો : ISRO ના આદિત્ય-L1 એ હાંસલ કરી બીજી મોટી સફળતા