ઉત્તર ગુજરાતગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલમધ્ય ગુજરાત

ગુજરાતના છ મહાનુભાવોની પદ્મ પુરસ્કારો માટે પસંદગી થઈ

Text To Speech

નવી દિલ્હી, 26 જાન્યુઆરી: ગણતંત્ર દિવસની પહેલા પદ્મ પુરસ્કારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. પદ્મ પુરસ્કારોમાં પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રીનો સમાવેશ થાય છે અને તે ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંથી એક છે. દર વર્ષે ભારત સરકાર દ્વારા ગણતંત્ર દિવસ પહેલા પદ્મ પુરસ્કાર વિજેતાઓની યાદી જાહેર કરવામાં આવે છે. વર્ષ 2024 માટે, રાષ્ટ્રપતિએ 132 પદ્મ પુરસ્કારો પ્રદાન કરવાની મંજૂરી આપી છે. આ યાદીમાં 5 પદ્મ વિભૂષણ, 17 પદ્મ ભૂષણ અને 110 પદ્મ શ્રી પુરસ્કારોનો સમાવેશ થાય છે. જેમાં આ વર્ષની યાદીમાં ગુજરાતના 6 વિભૂતિઓને તેમના કાર્ય બદલ સન્માનિત કરાયા છે. જેમાં એક પદ્મ ભૂષણ અને 5 પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવશે. વર્ષ 2024 માં પુરસ્કાર મેળવનારાઓમાં 30 મહિલાઓ છે અને યાદીમાં વિદેશી/ NRI/ PIO/ OCIની શ્રેણીમાંથી 8 વ્યક્તિઓ અને 9 મરણોત્તર પુરસ્કારોનો પણ સમાવેશ થાય છે .

ગુજરાતના આ વિભૂતિયોને મળશે પદ્મશ્રી

શ્રી તેજસ મધુસુદન પટેલ, તબીબી ક્ષેત્ર, ગુજરાત

Shri Tejas Madhusudan Patel
Shri Tejas Madhusudan Patel

 

આ ગુજરાતના ‘અનસંગ હીરો’ને પદ્મશ્રી થી નવાજવામાં આવશે:

શ્રી રઘુવીર ચૌધરી-સાહિત્ય અને શિક્ષણ-ગુજરાત

Shri Raghuveer Choudhary
Shri Raghuveer Choudhary

શ્રી યઝદી માણેકશા ઇટાલિયા-મેડિસિન-ગુજરાત

Shri Yazdi Maneksha Italia
Shri Yazdi Maneksha Italia

શ્રી હરીશ નાયક (મરણોત્તર)-સાહિત્ય અને શિક્ષણ-ગુજરાત

Shri Harish Nayak
Shri Harish Nayak

શ્રી દયાળ માવજીભાઈ પરમાર- દવા- ગુજરાત

Shri Dayal Mavjibhai Parmar
Shri Dayal Mavjibhai Parmar

શ્રી જગદીશ લાભશંકર ત્રિવેદી-કલા- ગુજરાત

gujaraticomedianjagdishtrivedi
gujaraticomedianjagdishtrivedi

આ પણ વાંચો:ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ 34 મહાનુભાવોને પદ્મશ્રી પુરસ્કારો જાહેરાત

Back to top button