ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

“દારુ પીધા પછી મને ફોન ન કરશો”: ધારાસભ્યે આવું જાહેરમાં કોને કહેવું પડ્યું?

Text To Speech
  • આલોટ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય ચિંતામણિ માલવિયાએ જાહેરમાં કહ્યું, “દારુ પીને મને ફોન ન કરશો, હું જવાબ નહીં આપું”
  • જાહેરમાં નિવેદન આપ્યા બાદ ભાજપના MLAનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

આલોટ, મધ્ય પ્રદેશ, 26 જાન્યુઆરી: આલોટના બીજેપી ધારાસભ્ય ચિંતામણિ માલવીયા, જેઓ ઉજ્જૈનના સાંસદ હતા, તેઓ ગઈ કાલે (25 જાન્યુઆરી)ના એક ધારાસભ્ય કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે મંચ પરથી એવું કંઈ બોલી ગયા કે ત્યાર બાદ સોશિયલ મીડિયા પર તેમનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. બીજેપી ધારાસભ્ય ચિંતામણિ માલવીયા ભરચક મંચ પરથી તેમના પક્ષના કાર્યકર્તાઓને સલાહ આપતાં કહ્યું કે “સાંજના સમયે દારુ પીધા પછી મને કોઈ ફોન ન કરશો, નહીંતર હું જબાવ નહીં આપું, કામ હોય તો સવારે ફોન કરો” જાહેર મંચ પર તેમણે કાર્યકર્તાઓને સલાહ આપતાં વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

  • આલોટના ધારાસભ્ય ચિંતામણિ માલવિયાનો કાર્યકર્તાઓને સલાહ આપતો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ગુરુવારે આલોટમાં ધારાસભ્યના કાર્યાલયના ઉદ્ઘાટન સમારોહનો છે. જૂઓ વિડિયો:

 

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

  • મંચ પરથી પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતા ધારાસભ્ય ચિંતામણિ માલવીય કહી રહ્યા છે કે તેઓ હંમેશા વિસ્તારના લોકો માટે કામ કરવા તૈયાર છે. તેમની સમસ્યાના ઉકેલ માટે શક્ય તમામ પ્રયાસો કરશે. પણ રાત્રે દારૂ પીધા પછી મને કોઈએ ફોન ન કરવો.

બીજેપી ધારાસભ્યે દારુની વાત કરતા જ ત્યાં હાજર કાર્યકરોની આંખો એકબીજા સામે જોઈ રહી. ધારાસભ્ય કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે વિધાનસભા મત વિસ્તારના અગ્રણી અધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: દિવાળીબેન આહિરે ગાયેલું ગીત કર્તવ્ય પથ પર ગુંજી ઊઠ્યું

Back to top button