ટ્રેન્ડિંગનેશનલવિશેષ

નારી શક્તિ થીમઃ કર્તવ્ય પથ પર દેશભરની વૈવિધ્યસભર 1900 સાડી પ્રદર્શિત કરાઈ

Text To Speech

નવી દિલ્હી, 26 જાન્યુઆરી : રાજધાનીમાં કર્તવ્ય પથના બુલવર્ડ ખાતે દેશના પ્રજાસત્તાક પર્વની પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણીમાં દર્શકો માટે દેશના વિવિધ ભાગમાંથી આવેલી અદભૂત સાડીઓ અને ડ્રેપ્સનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

અનંત સૂત્ર – ધ એન્ડલેસ થ્રેડ થીમ આધારિત કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય દ્વારા સાડીને ટ્રિબ્યુટ આપવા માટે મૂકવામાં આવી હતી. જે ફેશનની દુનિયા માટે ભારતની કલાકારી ભેટ છે. સમગ્ર દેશમાંથી લગભગ 1,900 સાડીઓ અને ડ્રેપ્સનું પ્રદર્શન કરતી અનોખા લાકડાની ફ્રેમ્સ સાથે કર્તવ્ય પથ ઊંચાઈએ લગાવવમાં આવ્યા હતા, સાથે જ, દર્શકોની બેઠક વ્યવસ્થાની સીટો પાછળ આ ડ્રેપ્સ પર વપરાતી વણાટ અને ભરતકામની કળાને દર્શાવતો સ્કેન કરી શકાય એવો QR કોડ પણ લગાવવામાં આવ્યો હતો. સાંસ્કૃતિક મંત્રાલયના સંયુક્ત સચિવ અમિતા પ્રસાદ સરભાઈએ માહિતી આપતાં જણાવ્યું હતું કે પ્રદર્શનમાં 150 વર્ષ જૂની સાડીઓ પણ પ્રદર્શિત કરવામાં આવી છે. અને આ સ્થાપન કરવાનું કારણ એ દેશની મહિલાઓ અને વણકરોને ટ્રિબ્યુટ આપવા માટે છે

કેન્દ્રીય સંસ્કૃતિ અને વિદેશ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખીએ જણાવ્યું કે, આ દેશના લોકોએ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના દોરને મજબૂત બનાવ્યો છે. આ પ્રદર્શનને ‘ અનંત સૂત્ર ‘ નામ આપવા પાછળનો એક ગહન અર્થ છે.

પ્રદર્શનમાં મુકાયેલી સાડીઓમાં કાશ્મીરની કાશીદાથી લઈને કેરળની કાસાવુ, પંજાબની ફુલકારી, હિમાચલની કુલુવી પટ્ટુ, બિહારની ભાગલપુર સિલ્ક, આસામની મુગા, મણિપુરની મોઇરાંગ ફે, પશ્ચિમ બંગાળની તાંત , ઓડિશાની બોમકાઈ , છત્તીસગઢની કોસા, તેલંગાણાની પોચમપલ્લી , તમિલનાડુનીકાંજીવરમ, મહારાષ્ટ્રની પૈઠાણી, એમપીની ચંદેરી, ગુજરાતના પટોલા, રાજસ્થાનના કોટા /લેહરિયા અને ઉત્તર પ્રદેશની બનારસી સાડીનો સમાવેશ થાય છે.

‘વિકસીત ભારત’ અને ‘ભારત-લોકતંત્ર કી માતૃકા’ની બે થીમ પર આધારિત આ વર્ષની પરેડમાં લગભગ 13,000 વિશેષ મહેમાનોની ભાગીદારી જોવા મળી હતી. આ રાષ્ટ્રીય તહેવારમાં પ્રથમ વખત, 100 થી વધુ મહિલા કલાકારો દ્વારા ભારતીય સંગીતનાં સાધનો વગાડીને પરેડની શરૂઆત કરવામાં આવી હતી. આ મહિલા કલાકારો દ્વારા સંખ, નાદસ્વરમ, નાગડા વગેરે સંગીત સાથે પરેડની શરૂઆત થઈ હતી.

આ પણ વાંચો : દિવાળીબેન આહિરે ગાયેલું ગીત કર્તવ્ય પથ પર ગુંજી ઊઠ્યું

Back to top button