શું છે કોંગો ફીવર, શું છે તેના લક્ષણો, કેવી રીતે ફેલાઇ છે અને કેમ બચી શકાય ?
ગુજરાતમાં હાલનાં કોરોનાનાં અંતકાળ સમયે વધુ એક બિમારી અચાનક જ ચર્ચામાં આવી ગઇ છે. જી નહીં, આ કોઇ નવો વાયરસ નથી આપણે આ બિમારીથી જો કે સામાન્ય રીતે પરિચિત જ છીએ. અહીં વાત થઇ રહી છે કોંગો ફીવર વિશે. કોંગો ફીવરનાં કારણે લગભગ અઢી વર્ષ પછી ગુજરાતમાં એક મોત નિપજ્યાનું નોંધવામાં આવતા ફરી એક વખત લોકોમાં આ ડેડલી ફીવરનો ભય ફેલાવી રહ્યું છે. જીવન અમુલ્ય છે અને માટે જ જ્યારે કોંગો ફીવર ગુજરાતનાં ઉંબરે દસ્તક દીઇ રહ્યાની દેહશત છે ત્યારે આવો જાણી લઇએ કે શું છે આ કોંગો ફીવર અને તેના લક્ષણો શું છે. તેની સામે કઇ તકેદારી લેવી જોઇએ અને તેનાથી બચવાના ઉપાયો શું છે.
સૌ પહેલી વાર 1944માં ક્રિમિયામાં કોંગો વાયરસ જોવા મળ્યો હતો. ત્યારબાદ 1969માં કોંગો દેશમાં મોટા પ્રમાણમાં આ વાયરસ ફેલાયો. પછી 2001માં પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, ઈરાનમાં જોવા મળ્યો. 2011માં પહેલી વાર ગુજરાતમાં આ વાયરસ જોવા મળ્યો હતો. મોટાભાગે તે પૂર્વ આફ્રિકામાં વધારે જોવા મળે છે. ગુજરાતમાં હાલમાં આ કોંગો ફીવરે દેખા દીધાની દહેશત છે. જેના ફળ સ્વરૂપ ભાવનગર જીલ્લાનાં સિહોર તાલુકાના રામધરી ગામે એક મહિલાનું મોત થયાનું સામે આવી રહ્યું છે. કોંગો ફીવર શું છે અને તેના લક્ષણો શું છે તે જાણી લઈએ તો તેની ટ્રીટમેન્ટ કરવી સરળ બને. જો સમયસર તેની ટ્રીટમેન્ટ લેવામાં આવે તો તે જીવલેણ બનતો નથી. માટે સાવધાની રાખવી એ મુખ્ય બાબત છે.
આ પણ વાંચો – રાજ્યમાં કોંગો ફીવરે ફરી માથું ઉચક્યાનાં અણસાર, તંત્ર થયું દોડતું
કેવી રીતે પડ્યું કોંગો નામ?
1969માં કોંગો દેશમાં મોટા પ્રમાણમાં આ વાયરસ ફેલાયો. અનેક લોકોને તેના કારણે સખત તાવ આવ્યો. આ કારણે તે કોંગો ફીવરના નામે ઓળખવવા લાગ્યો.
શેનાથી ફેલાય છે?
- પશુઓથી ફેલાય છે આ રોગ
- પશુઓની ચામડી પર ચોંટેલા હનીમોરલ નામના પરજીવી રોગનું વાહક છે.
- ઈતરડીના કરડવાથી તેની અસર થાય છે.
- ઈતરડી ગાય અને ભેંસના પૂછડામાંથી ફેલાય છે.
- માલધારી અને પશુ પાલકોને આ રોગ થવની શક્યતા વધારે રહે છે.
કોંગો ફીવરના લક્ષણો
- તાવ આવવો
- માંસપેશીમાં દર્દ થવું
- માથાનો દુઃખાવો રહેવો
- ચક્કર આવવા
- પીઠનું દર્દ થવું
- આંખોમાં બળતરા થવી
- ગળું બેસી જવું
- ઝાડા ઉલટી થવા
- શરીરના છિદ્રોમાંથી લોહી આવવું
- શરીર પર લાલ ચકામા થવા
- 3થી 9 દિવસમાં ફેલાય છે વાયરસના લક્ષણો.
આ પણ વાંચો – નડિયાદ/ સાંપ્રદાયિક શાંતિમાં પલીતો ચાંપવાનો પ્રયાસ, હનુમાનજીની મૂર્તિ ખંડિત કરાતા અજંપો
ઉપાય – જ્યારે પણ તમને આ પ્રકારના લક્ષણો દેખાય ત્યારે તરત જ તમારા ફેમિલી ડોક્ટરનો કે અન્ય ડોક્ટરનો સંપર્ક કરવો. તરત જ તમામ તપાસ કરાવીને તેની ટ્રીટમેન્ટ શરૂ કરી દેવી જરૂરી છે. જો સમયસર ટ્રીટમેન્ટ ન મળે તો તે જીવલેણ બની શકે છે.