ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

નીતિશકુમાર અને તેજસ્વી યાદવ વચ્ચે અંતર વધ્યું, આ તસવીર જોઈ આવી જશે ખ્યાલ

Text To Speech
  • પ્રજાસત્તાક દિવસ નિમિત્તે એક સરકારી કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી નીતિશકુમાર અને ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ દુર-દુર બેઠેલા જોવા મળ્યા

બિહાર, 26 જાન્યુઆરી: બિહારમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે, વધુ એક તસવીર પ્રકાશમાં આવી છે જે સ્પષ્ટપણે RJD અને JDU વચ્ચેના અંતર તરફ નિર્દેશ કરે છે. પ્રજાસત્તાક દિવસની ઉજવણીના અવસર પર નીતિશકુમાર અને તેજસ્વી યાદવ વચ્ચે આ તસવીરમાં સ્પષ્ટ પણે અંતર દેખાઈ રહ્યું છે. પ્રજાસત્તાક દિવસ નિમિત્તે એક સરકારી કાર્યક્રમમાં મુખ્યમંત્રી નીતિશકુમાર અને ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવને બેસવા માટે એક જગ્યાએ ખુરશી મૂકવામાં આવી હતી, પરંતુ સીએમની બાજુની ખુરશી છોડીને તેજસ્વી યાદવે તેમનાથી દૂર રહેલી બીજી ખુરશીમાં જઈ ને નીતિશ કુમારથી અંતર વધારી દીધું છે.

કાર્યક્રમ દરમિયાન બોલ ચાલ પણ બંધ

પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન સરકારી કાર્યક્રમમાં મુખ્યમંત્રી નીતિશકુમાર અને ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ બંનેએ હાજરી આપી હતી. આ સમયગાળા દરમિયાન બંને નેતાઓ એક સાથે ન બેઠાની તસવીર વાઈરલ થઈ રહી છે. બંને નેતાઓ વચ્ચે એક ખુરશી ખાલી રહી હતી. ખાસ વાત એ છે કે સ્ટેજ પર બંને નેતા રોજ વાત કરતા જોવા મળતા ત્યારે આજે કાર્યક્રમ દરમિયાન તેજસ્વી અને નીતીશકુમાર વચ્ચે કોઈ વાતચીત થઈ નથી.

નીતીશકુમાર આજે કોઈ મોટો રાજકીય નિર્ણય લઈ શકે છે!

બિહારમાં ચાલી રહેલા આ રાજકીય સંકટ વચ્ચે તમામ પક્ષો પોતાના રાજકીય ભવિષ્યને લઈને ચિંતિત છે. આવી સ્થિતિમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે નીતીશકુમાર આજે બપોરે કોઈ મોટો રાજકીય નિર્ણય લઈ શકે છે. આને લઈને પટનાથી લઈને દિલ્હી સુધી રાજકીય હલચલ મચી ગઈ છે.

જેડીયુએ તમામ કાર્યક્રમો રદ કર્યા

બિહારીમાં તમામ રાજકીય ઘટનાક્રમને કારણે જેડીયુએ તેના તમામ કાર્યક્રમો રદ્દ કરી દીધા છે. 28 જાન્યુઆરીએ યોજાનારી મહારાણા પ્રતાપ રેલી પણ રદ કરવામાં આવી છે. આ રેલી પટનાના મિલર સ્કૂલ ગ્રાઉન્ડમાં યોજાવાની હતી. આ કાર્યક્રમમાં પાર્ટી અધ્યક્ષ અને સીએમ નીતિશકુમાર પણ ભાગ લેવાના હતા. જેડીયુના તમામ ધારાસભ્યોને આજે સાંજ સુધીમાં પટના પહોંચી જવાની સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો:  વિપક્ષી પાર્ટીના નેતાઓએ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આ રીતે પાઠવી શુભેચ્છા

Back to top button