ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડવિશેષશ્રી રામ મંદિર

પાકિસ્તાને ભારત વિરુદ્ધ યુએનના વડાને લખ્યો પત્ર, જાણો શું છે કારણ?

પાકિસ્તાન, 26 જાન્યુઆરી : અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પછીથી પાકિસ્તાન ભારત પર નારાજ હોય તેવું લાગે છે. પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર (UN) ને ભારતમાં ઇસ્લામિક સ્થળોની સુરક્ષા સુનિશ્ચિત કરવા વિનંતી કરી છે. સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના રાજદૂત મુનીર અકરમે બુધવારે ન્યૂયોર્કના સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં એક બેઠક દરમિયાન આ માંગણી કરી હતી. આ બેઠક OICના સભ્ય દેશો વચ્ચે હતી.

ram mandir-humdekhengenews

આ પહેલા અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પછી પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને તેની કડક નિંદા કરી હતી. નિવેદનમાં પાકિસ્તાને કહ્યું હતું કે, 6 ડિસેમ્બર 1992ના રોજ ઉશ્કેરાયેલા ટોળા દ્વારા સદીઓ જૂની મસ્જિદને તોડી નાખવામાં આવી હતી. નિંદનીય વાત તો એ છે કે ભારતની સૌથી મોટી અદાલતે આ ઘટના માટે જવાબદાર લોકોને નિર્દોષ છોડી દીધા અને એ જ જગ્યાએ રામ મંદિરના નિર્માણ માટે મંજૂરી પણ આપી દીધી.

babri Masjid-humdekhengenews

પાકિસ્તાને યુએન પાસે કરી માંગણી

પાકિસ્તાની ન્યૂઝ વેબસાઈટના જણાવ્યા અનુસાર મુનીર અકરમે સંયુક્ત રાષ્ટ્ર એલાયન્સ ઓફ સિવિલાઈઝેશનના ઉચ્ચ અધિકારી મિગુએલ એન્જલ મોરાટિનોસને સંબોધીને એક પત્ર લખ્યો હતો. જેમાં લખવામાં આવ્યું હતું કે પાકિસ્તાન ભારતની અયોધ્યામાં તોડી પાડવામાં આવેલી બાબરી મસ્જિદની જગ્યાએ રામ મંદિરના નિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠાની સખત નિંદા કરે છે. આ વલણ ભારતીય મુસ્લિમોના સામાજિક, આર્થિક અને રાજકીય કલ્યાણની સાથે-સાથે ક્ષેત્રમાં સૌહાર્દ અને શાંતિ માટે પણ ગંભીર ખતરો ઊભો કરે છે. તેમજ, ભારતમાં ઇસ્લામ સંબંધિત હેરિટેજ સાઇટ્સની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની જરૂર છે.

યુનાઈટેડ નેશન્સે ઈસ્લામ સાથે જોડાયેલા હેરિટેજ સ્થળોનું રક્ષણ કરવા અને ભારતમાં ધાર્મિક અને સાંસ્કૃતિક લઘુમતીઓના અધિકારોને સુરક્ષિત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવવી જોઈએ. મુનીર અકરમે ભારતમાં મુસ્લિમ ધાર્મિક સ્થળોની સુરક્ષા માટે UNના તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરવા માટે આ પત્ર લખ્યો હતો.

જ્ઞાનવાપી અને શાહી ઇદગાહ મસ્જિદ 

સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના રાજદૂત મુનીર અકરમે જ્ઞાનવાપી અને શાહી ઇદગાહ મસ્જિદ અંગે ચિંતા વ્યક્ત કરતાં લખ્યું કે, અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાએ ભારતમાં મસ્જિદોને નષ્ટ કરવાના પ્રયાસો અને ધાર્મિક ભેદભાવને દર્શાવે છે. આ મામલો બાબરી મસ્જિદથી આગળ વધી ગયો છે. ભારતની અન્ય મસ્જિદો પણ આવા જ જોખમોનો સામનો કરી રહી છે. દુઃખની વાત તો એ છે કે આ કોઈ અલગ ઘટના નથી. કારણ કે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ અને મથુરાની શાહી ઈદગાહ મસ્જિદ સહિત અન્ય મસ્જિદોને પણ અપમાન અને વિનાશના જોખમોનો સામનો કરવો પડી રહ્યો છે.

Gnanavapi Masjid and Shahi Idgah Masjid-humdekhengenews

આ પણ વાંચો : વિપક્ષી પાર્ટીના નેતાઓએ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આ રીતે પાઠવી શુભેચ્છા

Back to top button