બિઝનેસ

અદાણીએ ફ્રાંસના રાષ્ટ્રપતિ સાથે એનર્જી કોલોબ્રેશન માટે કરી બેઠક

એનર્જી ક્ષેત્ર ભારત અને ફ્રાંસ વચ્ચે કોલોબ્રેશન વધારવાની દિશામાં અદાણીએ ફ્રાંસના રાષ્ટ્રપતિ સાથે બેઠક કરી છે. ભારત અને ફ્રાંસ વચ્ચે એનર્જી કોલોબ્રેશન વધારવા અંગે આ બેઠકમાં ચર્ચા થઈ છે.

દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ અને ઝડપથી એનર્જી ક્ષેત્રે નવા મુકામ પ્રાપ્ત કરી રહેલા ગૌતમ અદાણી અને ફ્રાંસના રાષ્ટ્રપતિ વચ્ચે આજે એક બેઠક થઈ છે. આ અંગે ગૌતમ અદાણીએ ટ્વિટ કરીને માહિતી આપી છે કે પ્રેસિડન્ટ ઇમેન્યુઅલ મેક્રોન સાથેની ચર્ચા રસપ્રદ રહી.

ફ્રાન્સના ચટેઉ વર્સેલ્સ ખાતે થયેલ આ મુલાકાતમાં પ્રાદેશિક લોકશાહી અને મલ્ટીપોલાર વર્લ્ડ અંગેની તેમની વિચારસરણી ખરેખર અદ્દભુત છે અને કઈંક શિખવાડી જાય છે. તેમના ગ્લોબલ એનર્જી ટ્રાન્ઝિશન એજન્ડા અને ભારત-ફ્રાન્સના સહયોગને સમર્થન આપવા માટે અમે સન્માનિત અનુભવીએ છીએ.

આ બેઠકમાં ફ્રાંસ અને ત્યાંની કંપનીઓનું ભારતના એનર્જી સેક્ટરમાં લાંબાગાળાનું રોકાણ અને નવીનતમ ઉર્જા માટે નવી ટેક્નોલોજી અડોપ્શન મુદ્દે ચર્ચા થઈ છે. આ સાથે અદાણી ફ્રાંસના એનર્જી સેક્ટરમાં રોકાણ અને લાંબાગાળાના વેપારી સંબંધોને પણ બેઠકમાં અવકાશ મળ્યો છે.

Back to top button