ટ્રેન્ડિંગનેશનલવિશેષસાયન્સ એન્ડ ટેકનોલોજી

ISRO ના આદિત્ય-L1 એ હાંસલ કરી બીજી મોટી સફળતા

Text To Speech

ISRO, 26 જાન્યુઆરી : ISRO એ આદિત્ય L1 ઉપગ્રહના બે મેગ્નેટોમીટર સક્રિય કર્યા છે. હવે તે સૂર્ય સહિત અન્ય તમામ ગ્રહોના ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરશે. એટલે કે, તે બે ગ્રહો વચ્ચેના ચુંબકીય ક્ષેત્રો અને તેમાંના તફાવતો વિશે જણાવશે. આ મેગ્નેટોમીટર 6 મીટર લાંબુ છે. જેને 132 દિવસ સુધી બંધ રાખવામાં આવ્યું હતું.

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ આદિત્ય-L1 માં ફીટ કરેલ 6 મીટર લાંબા મેગ્નેટોમીટર બૂમને સફળતાપૂર્વક તૈનાત અને સક્રિય કરી દીધું છે. આદિત્ય સોલર પ્રોબને 11 જાન્યુઆરી 2024ના રોજ L-1 પોઈન્ટ પર તૈનાત કરવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન મેગ્નેટોમીટરને 132 દિવસ સુધી બંધ રાખવામાં આવ્યું હતું.

બૂમની અંદર બે અત્યાધુનિક અને અત્યંત સચોટ ફ્લક્સગેટ મેગ્નેટોમીટર સેન્સર છે. જે અવકાશમાં ગ્રહો વચ્ચેના ચુંબકીય બળો અને ક્ષેત્રોને શોધી કાઢે છે. ભલે તે ફિલ્ડ ગમે તેટલું નબળું કેમ ન હોય. આ સેન્સર્સ અવકાશયાનથી 3 મીટર અને 6 મીટરના અંતરે તૈનાત કરવામાં આવ્યા છે. આટલું અંતર એટલા માટે રાખવામાં આવ્યું છે કે આદિત્ય L1માંથી નીકળતું ચુંબકીય બળ સેન્સર્સને અસર ન કરે. બે સેન્સરથી ચુંબકીય ક્ષેત્ર વિશે વધુ સચોટ માહિતી મેળવી શકાય છે. આ મેગ્નેટોમીટર બૂમ કાર્બન ફાઇબર રિઇનફોર્સ્ડ પોલિમર અને મિકેનિઝમ એલિમેન્ટ્સથી બનેલું છે.

બૂમની અંદર પાંચ સેગમેન્ટ છે. જે તેને સરળતાથી વાળવામાં અને વિસ્તરણ કરવામાં મદદ કરે છે. તેની લૂપ મિકેનિઝમ કેવલારમાંથી બનાવવામાં આવ્યું છે. જ્યારે આ મેગ્નેટોમીટર બૂમ બંધ હતું, ત્યારે તે બે ભાગમાં ફોલ્ડ કરેલું હતું. જેથી કરીને આદિત્ય L1 ના બોડીના વજનને પણ સંતુલિત કરી શકાય. બૂમને લગાવવા માટે થર્મલ કટર રીલીઝ સિસ્ટમને ઇન્સ્ટોલ કરવામાં આવી છે.

આ બંને મેગ્નેટોમીટરને તૈનાત કરવામાં 9 સેકન્ડનો સમય લાગ્યો હતો. હાલમાં બંને યોગ્ય રીતે કામ કરી રહ્યા છે. ISRO કહ્યું કે, તેનો તમામ ડેટા પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો : શું તમે પણ ISRO માં નોકરી મેળવવા ઈચ્છો છો તો આ સમાચાર તમારા માટે જ છે

Back to top button