ટ્રેન્ડિંગફૂડયુટિલીટીલાઈફસ્ટાઈલવિશેષવીડિયો સ્ટોરી

લગ્નમાં આમંત્રણ વગર ભોજન કરવું પડશે મોંઘું… 

Text To Speech

અમદાવાદ, 26 જાન્યુઆરી : 15મી જાન્યુઆરીથી કમુરતા સમાપ્ત થઈ ગયા છે. આ સાથે જ શુભ કાર્યોનો પ્રારંભ થયો છે. લગ્ન માટે લોકોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. હાઉસ વોર્મિંગથી શરૂ કરીને તમામ પ્રકારના શુભ કાર્યો કરવામાં આવે છે. લગ્નની વાત કરીએ તો જમણવારની વાત ન થાય એવું બનેજ નઈ, લગ્નમાં ઘણા લોકોને આમંત્રણ આપવામાં આવે છે, પરંતુ કેટલાક એવા પણ લોકો હોય છે જે વગર આમંત્રણે પણ જમણવાર માટે પોહચી જતાં હોય છે.

લગ્નની પાર્ટીઓમાં આમંત્રણ વગર જમવા આવતા લોકોની સંખ્યા ઓછી નથી. આ લોકો મોટાભાગે હોસ્ટેલમાં રહેતા બેચલર્સ હોય છે.આ ઉપરાંત, કેટલાક પરિવારો પણ એવા હોય છે જે આસપાસના લગ્ન પ્રસંગમાં તૈયાર થઈને પોચી જાય છે, તેનું બસ એકજ કામ હોય છે, લગ્નોમાં પીરસવામાં આવતા ભોજનનો સ્વાદ લેવાનું. જો તમે પણ આવું કરો છો તો આ સમાચાર તમારા માટે જ છે. શું તમે જાણો છો કે લગ્નની પાર્ટીમાં આમંત્રણ મળ્યા વગર જમવા જવાથી તમને બેથી સાત વર્ષની જેલ થઈ શકે છે?

વકીલ શું કહે છે આ બાબતે

એડવોકેટ ઉજ્વલ ત્યાગીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર આ સવાલનો જવાબ આપતા કહ્યું કે, જે લોકો લગ્નમાં આમંત્રણ મળ્યા વગર જમવા જાય છે તે એક ગુનો છે. જો તે આવું કરતાં પકડાય તો તેને કલમ 442 અને કલમ 452 હેઠળ બે થી સાત વર્ષની જેલની સજા થઈ શકે છે. તેમજ, આમંત્રણ વગર લગ્નમાં જવું એ સ્ટેસપાસિંગનો મામલો ગણવામાં આવે છે. તેથી આ સ્થિતિમાં જે તે વ્યક્તિ આ બે કલમો હેઠળ સજાને પત્ર બને છે.

લોકોએ વ્યક્ત કર્યું આશ્ચર્ય

ઘણા લોકોએ આ અંગે આશ્ચર્ય વ્યક્ત કરતાં કોમેન્ટો લખતા એકે લખ્યું કે દરેક હોસ્ટેલર જેલમાં જશે તેનો શું અર્થ છે? જ્યારે એકે લખ્યું કે ભારતમાં બિનબુલાયે મહેમાનોને પણ સન્માન આપવામાં આવે છે. જ્યારે એકે કમેન્ટ કરી કે સારું થયું તેણે આ વિડિયો જોયો હવે તે આવું ફરી ક્યારેય નહીં કરે.

આ પણ વાંચો : વાયરલ વીડિયો : અમેરિકામાં ચોરને ચોરી કરવી પડી મોંઘી..

Back to top button