- રાજ્યપાલ દ્વારા આ પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે
- રાજ્યના કૃષિ મંત્રીથી લઈ પોલીસ વડા વિકાસ સહાય હાજર રહ્યા છે
- રાજ્યના લોકોને સૌને 75મા પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવી
જૂનાગઢમાં 75 મા પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી થઇ રહી છે. જેમાં રાજ્યપાલ દેવવ્રત આચાર્યના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું છે. 75 મા પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં કરવામાં આવી રહી છે. જેમાં રાજ્યના કૃષિ મંત્રીથી લઈ પોલીસ વડા વિકાસ સહાય હાજર રહ્યા છે.
આ પણ વાંચો: એક હજાર કરોડના ડ્રગ્સની હેરાફેરીના કેસમાં ઈડીના અમદાવાદમાં દરોડા
રાજ્યપાલ દેવવ્રત આચાર્યના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું
રાજ્યપાલ દેવવ્રત આચાર્યના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું છે. જે દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા છે. જ્યારે રાજ્યના પોલીસ વિભાગ દ્વારા પરેડ કરવામાં આવી છે. જેમાં રાજ્યપાલ દ્વારા આ પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. તેમજ પરેડ સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
આ પણ વાંચો: 1 ફેબ્રુઆરી 2024 થી આશ્રમ એક્સપ્રેસ ટ્રેનના ટર્મિનસ સ્ટેશનમાં ફેરફાર
વિવિધ વિભાગો દ્વારા વિવિધ કરતબો પરેડ ગ્રાઉન્ડ પર રજૂ કરવામાં આવી
જ્યારે બીજી તરફ રાજ્યભરના વિવિધ વિભાગો દ્વારા વિવિધ કરતબો પરેડ ગ્રાઉન્ડ પર રજૂ કરવામાં આવી છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેના માટે પોલીસની વિશેષ ઉપસ્થિતિ પણ રહી છે. આ ઉપરાંત પ્રસંગ અનુરૂપ દેશભક્તિની ગીતોની પ્રસ્તુતિ કરવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, 8 ડિગ્રી સાથે આ શહેર સૌથી ઠંડુ રહ્યું
રાજ્યના લોકોને સૌને 75મા પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવી
આ પહેલા રાજ્યપાલએ પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાજ્યના લોકોને સૌને 75મા પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, દેશ અત્યારે ઉન્નતિના માર્ગે અગ્રેસર બની રહ્યો છે. રામ મંદિરની સ્થાપના સાથે દિવ્ય અને ભવ્ય ભારતના નિર્માણનો સંકલ્પ પણ સાકાર થયો છે.