અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલમધ્ય ગુજરાત

દેશનો આજે 75મો પ્રજાસત્તાક દિવસ, કર્તવ્ય પથ પર જોવા મળશે ભારતની બહાદુરી

Text To Speech
  • કર્તવ્ય પથ પર વિવિધ રાજ્યોની સંસ્કૃતિની ઝલક દર્શાવતા ટેબ્લો જોવા મળશે
  • સમારોહમાં ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રો મુખ્ય અતિથિ તરીકે રહેશે ઉપસ્થિત

નવી દિલ્હી, 26 જાન્યુઆરી: આજે 26મી જાન્યુઆરીએ દેશભરમાં પ્રજાસત્તાક દિવસનો ઉત્સાહ છે. દેશની રાજધાની દિલ્હીના કર્તવ્ય પથ પર 75માં ગણતંત્ર દિવસની ઉજવણીની પરેડમાં ઘણી નવી વસ્તુઓ જોવા મળશે. આ વખતના ગણતંત્ર દિવસની ઉજવણી મહિલા કેન્દ્રિત છે. આ વખતની થીમ છે “ભારતની લોકશાહી અને વિકસિત રાષ્ટ્ર બનવાનો સંકલ્પ.” આ વખતે કર્તવ્ય પથ પર વિવિધતાની ઝલક સાથે દેશની બહાદુરીની ઝલક પણ જોવા મળશે. આ વર્ષે, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રો મુખ્ય અતિથિ તરીકે ગણતંત્ર દિવસની ઉજવણીમાં હાજરી આપશે. પરેડ સવારે 10:30 વાગ્યે શરૂ થશે અને લગભગ 90 મિનિટ સુધી ચાલશે. આ વખતે પરેડ જોવા માટે લગભગ 13,000 “ખાસ મહેમાન” ને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

પ્રજાસત્તાક દિવસના અવસરે, દિલ્હીના કર્તવ્ય પથ પર પરેડ દરમિયાન ભારતની વધતી જતી સૈન્ય શક્તિ અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું ભવ્ય પ્રદર્શન જોવા મળશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન મુખ્ય અતિથિ તરીકે મહિલા શક્તિ અને દેશના લોકતાંત્રિક મૂલ્યો પર ધ્યાન કેન્દ્રિત કરતા આ ભવ્ય સમારોહમાં હાજરી આપશે. પરેડ દરમિયાન રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોની કુલ 16 ઝાંખીઓ કર્તવ્ય પથ પર જોવા મળશે. તેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, હરિયાણા, મણિપુર, ઓડિશા, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ, લદ્દાખ, તમિલનાડુ, મેઘાલય, ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને તેલંગાણાનો સમાવેશ થશે.

પીએમ મોદીએ ગણતંત્ર દિવસના પાઠવ્યા અભિનંદન 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશના ગણતંત્ર દિવસના અવસર પર તમામને શુભેચ્છા પાઠવી છે અને તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર(X) પર લખ્યું છે કે,  “દેશના તમામ પરિવારજનોને ગણતંત્ર દિવસની શુભકામનાઓ…જય હિન્દ…”

 

75મા ગણતંત્ર દિવસની પરેડ મહિલા કેન્દ્રિત

“વિકસિત ભારત અને ભારત – લોકશાહીનું માતૃત્વ” થીમ સાથે, 26 જાન્યુઆરીએ કર્તવ્ય પથ પર 75મી પ્રજાસત્તાક દિવસની પરેડ મહિલા કેન્દ્રિત રહેશે. આ પ્રથમ વખત બનશે, જ્યારે 100 મહિલા કલાકારો દ્વારા ભારતીય સંગીતનાં સાધનો સાથે પરેડની શરૂઆત કરવામાં આવશે. આ સાથે પ્રથમ વખત, મહિલા ત્રિસેવા ટુકડી પણ પરેડમાં કૂચ કરતી જોવા મળશે અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળની ટુકડીમાં મહિલા કર્મચારીઓને પણ સામેલ કરવામાં આવશે. સંરક્ષણ સચિવનું કહેવું છે કે, આ વર્ષની ગણતંત્ર દિવસની પરેડમાં મહિલાઓનું શ્રેષ્ઠ પ્રતિનિધિત્વ જોવા મળશે. રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશો (UTs) અને કેન્દ્રીય મંત્રાલયોના મોટા ભાગના ટેબ્લો દેશની સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા, એકતા અને પ્રગતિને દર્શાવતી મહિલાઓની કૂચ ટુકડીઓ પરેડનો મુખ્ય ભાગ હશે.

ફ્રાન્સની 95 સભ્યોની માર્ચિંગ ટીમ અને 33 સભ્યોની બેન્ડ ટીમ પણ પરેડમાં ભાગ લેશે. ભારતીય વાયુસેનાના એરક્રાફ્ટની સાથે, એક મલ્ટી રોલ ટેન્કર ટ્રાન્સપોર્ટ (MRTT) એરક્રાફ્ટ અને ફ્રેન્ચ એરફોર્સના બે રાફેલ ફાઇટર જેટ ફ્લાય-પાસ્ટમાં ભાગ લેશે.

ગણતંત્ર દિવસની પરેડમાં એક અનોખી પહેલ

અન્ય એક અનોખી પહેલમાં, સંસ્કૃતિ મંત્રાલય કર્તવ્ય પથ પર ‘અનંત સૂત્ર – ધ એન્ડલેસ થ્રેડ’ ટેક્સટાઇલ ઇન્સ્ટોલેશનને પ્રદર્શિત કરશે. તેને દર્શક વર્ગમાં બેઠેલા લોકોની પાછળ લગાવવામાં આવશે. ‘અનંત સૂત્ર’ એ સાડી માટે અદભૂત સન્માન છે, જે ફેશનની દુનિયાને ભારતની ભેટ છે. આ એક અનોખું ઇન્સ્ટોલેશન હશે, જે દેશના દરેક ખૂણેથી લગભગ 1,900 સાડીઓ અને પડદાને પ્રદર્શિત કરશે, જે લાકડાની ફ્રેમ સાથે ઊંચાઈ પર માઉન્ટ થયેલ છે. તેમાં QR કોડ હશે, જેને સ્કેન કરીને તેમાં વપરાતા વણાટ અને ભરતકામ વિશે જાણી શકાશે.

ગણતંત્ર દિવસની પરેડ એ ભારતનું ગૌરવ

દેશના પ્રથમ પ્રમુખ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે 26 જાન્યુઆરીના રોજ પોતાના પ્રથમ ભાષણમાં કહ્યું હતું કે, આપણા ગણતંત્રનો ઉદ્દેશ્ય આપણા નાગરિકોને ન્યાય, સ્વતંત્રતા અને સમાનતા પ્રદાન કરવાનો છે અને તેના વિશાળ પ્રદેશોમાં વસતા અને વિવિધ નૈતિક વિચારધારા ધરાવતા લોકોમાં ભાઈચારો સુનિશ્ચિત કરવાનું છે.

ફ્રાન્સની માર્ચિંગ ટુકડીનો સમાવેશ કરવામાં આવશે

આજે કર્તવ્ય પથ પર યોજાનારી પ્રજાસત્તાક દિવસની પરેડમાં 95 સભ્યોની માર્ચિંગ ટુકડી અને ફ્રાન્સની 33 સભ્યોની બેન્ડ ભાગ લેશે તેમજ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રો મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે.

આ પણ જુઓ: ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ 34 મહાનુભાવોને પદ્મશ્રી પુરસ્કારો જાહેરાત

Back to top button