82 અનાથ દીકરીઓને ૨-૨ લાખની સહાય આપવામાં આવી
- કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા અઘ્યક્ષસ્થાને દિકરીઓને લગ્ન સહાયની રકમ આ૫વામાં આવી
ગાંધીનગર, 25 જાન્યુઆરી: ગુજરાત રાજયના કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા અઘ્યક્ષસ્થાને મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની લાભાર્થી 82 અનાથ દિકરીઓને ૧૮ વર્ષ બાદ કરેલા લગ્ન માટે રાજય સરકારની રૂપિયા 2 લાખની ‘’દિકરી લગ્ન સહાય‘’ આ૫વામાં આવી હતી.
૮ર અનાથ દિકરીઓને બેંક એકાઉન્ટમાં DBT મારફત રકમ જમા કરાવવામાં આવી
ગાંઘીનગરની સમાજ સુરક્ષા કચેરીના સામાજિક ન્યાય અને અઘિકારીતા વિભાગના નિયામક અમલીકૃત પાલક માતા-પિતા યોજના અને મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ મેળવતી અનાથ દિકરીઓને લગ્ન સમયે રૂપિયા 2 લાખની સહાય યોજના અંતર્ગત ગુજરાત રાજયના કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયાના અઘ્યક્ષસ્થાને ગાંઘીનગરના રાયસણ આવેલા ગુજરાત ઇન્સ્ટીટયુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (GIDM) ખાતે તા.૧૮ જાન્યુઆરીના રોજ યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત રાજયની ૮ર અનાથ દિકરીઓને “દિકરી લગ્ન સહાય યોજના” અંતર્ગત રૂપિયા 2 લાખની સહાય દીકરીના બેંક એકાઉન્ટમાં DBT મારફત જમા કરાવવામાં આવ્યા છે.
આ કાર્યક્રમમાં ખેડા જિલ્લાની કઠલાલ તાલુકાની ચરેડ ગામની લાભાર્થી દિકરી ઉર્મીલાબેન મનુભાઇ સોલંકી મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત લાભ મેળવ્યો છે. જે દિકરીને મંત્રીના હસ્તે સહાય ચૂકવવામાં આવી અને દીકરીના બેંક એકાઉન્ટમાં DBT મારફત આ સહાયની રકમ જમા કરાવવામાં આવી છે. ઉ૫રોકત કાર્યક્રમમાં ખેડા જિલ્લામાંથી જિલ્લા સમાજ સુરક્ષા અઘિકારી એલ.જી.ભરવાડ,જિલ્લા બાળ સુરક્ષા અઘિકારી મહેશ આર. ૫ટેલ, , બિનસંસ્થાકિય સંભાળના અધિકારી કૃણાલ વાઘેલા હાજર રહ્યા હતા. વઘુમાં, ખેડા જિલ્લામાં પાલક માતા પિતા યોજના અને મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ મેળવેલી દિકરીઓને ૧૮ વર્ષ પૂર્ણ કર્યા બાદ તા.૦૧/૦૪/૨૦૨૩ ૫છી લગ્ન કરેલી હોય તેવી દિકરીઓને રાજય સરકાર દ્વારા સહાય આ૫વામાં આવી છે. આ યોજનાનો લાભ મેળવવા ઇચ્છુક દિકરીઓએ ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલા સરદાર ૫ટેલ ભવનના જિલ્લા બાળ સુરક્ષા એકમનો સં૫ર્ક કરવા જણાવવામાં આવ્યું છે.
આ પણ જુઓ :ગુજરાત રાજ્ય લલીતકલા અકાદમી દ્વારા 27મી નેશનલ ફોટોગ્રાફી સ્પર્ધાનું આયોજન