ટ્રેન્ડિંગયુટિલીટીવર્લ્ડવિશેષસાયન્સ એન્ડ ટેકનોલોજી

અમેરિકામાં નાઈટ્રોજન ગેસ દ્વારા મૃત્યુદંડ કેવી રીતે અપાશે? 

Text To Speech

અમેરિકા, 25 જાન્યુઆરી : આ દિવસોમાં અમેરિકા એક કેદીને સજા આપવાની રીતથી ઘણું ચર્ચામાં છે. આ અમેરિકન કેદીનું નામ કેનેથ યુજીન સ્મિથ છે. જેને 1988માં એક વ્યક્તિ પાસેથી પૈસા લઈને તેની પત્નીની હત્યા કરવા બદલ દોષીત ઠેરવવામાં આવ્યો હતો. 1996 માં તેને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. 2022 માં તેને ઝેરી ઈન્જેક્શન આપીને મારી નાખવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો, તે માટે સ્મિથને હોલમેન કરેક્શનલ ફેસિલિટી નામની જેલની ડેથ ચેમ્બરમાં લઈ જવામાં આવ્યો હતો.

જેમાં સ્મિથને ઝેરી કેમિકલનું ઈન્જેક્શન આપીને મારી નાખવાનો હતો, પરંતુ ઈન્જેક્શન લગાવનારને સ્મિથના શરીરમાં નસ ન મળતા તેથી નવેમ્બર 2022ની મધરાતે 12 વાગ્યે સ્મિથનું ડેથ વોરંટ રદ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે ફરીથી સ્મિથને મૃત્યુની સજા આપવામાં આવી છે. તે પણ નાઈટ્રોજન ગેસ દ્વારા જેનો યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશને  પણ આનો વિરોધ વ્યક્ત કર્યો છે. તો ચાલો જાણીએ કે નાઈટ્રોજન ગેસ દ્વારા કેવી રીતે સજા આપવામાં આવે છે?

નાઈટ્રોજન ગેસ દ્વારા કેવી રીતે મૃત્યુ થશે?

આ વખતે અમેરિકન પ્રશાસને યોજના બનાવી છે કે સ્મિથના ચહેરા પર એરટાઈટ માસ્ક બાંધીને તેને બળજબરીથી નાઈટ્રોજન ગેસ શ્વાસમાં લેવા માટે કહેવામાં આવશે. આવી સ્થિતિમાં શરીરને નિષ્ક્રિય કરવાવાળી આ ગેસ જ્યારે શરીરની અંદર જશે તો તે વ્યક્તિના શરીરના અંદરના ઓક્સિજનને નષ્ટ કરશે તેથી આ રીતે તેનું મૃત્યુ થશે.

માનવ અધિકારોનું ઉલ્લંઘન

સંયુક્ત રાષ્ટ્રના હાઈ કમિશને પણ આ રીતે આરોપીને ફાંસીની સજા આપવા સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. તેણે કહ્યું કે, આ ત્રાસ અને ક્રૂરતા વાળી પદ્ધતિનો અગાઉ ક્યારેય ઉપયોગ કરવામાં આવ્યો નથી, આ પદ્ધતિ માત્ર અમાનવીય જ નથી પરંતુ મનુષ્યની ગરિમાની પણ વિરુદ્ધ છે. આને તાત્કાલિક બંધ કરવું જોઈએ.

આ ઉપરાંત, તબીબી નિષ્ણાતોએ મૃત્યુદંડ આપવાની આ પદ્ધતિને ખોટી ગણાવી છે. તેઓ માને છે કે નાઈટ્રોજન ગેસ શરીરમાં ગંભીર ખેંચાણ પેદા કરે છે અને વ્યક્તિ નિષ્ક્રિય સ્થિતિમાં જઈ શકે છે. આ સિવાય તેને એવો પણ ડર છે કે ગેસ લીક ​​થઈ શકે છે જેના કારણે રૂમમાં હાજર અન્ય લોકો પણ મરી શકે છે.

આ પણ વાંચો : અચાનક અંધારું થતાં થોડીવાર પછી અંધારામાં કેમ દેખાવા લાગે છે ?

Back to top button