ગુજરાતટોપ ન્યૂઝ

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવગઢમાં પાંચ દિવસ રોપ-વે સેવા બંધ!

યાત્રાધામ પાવગઢમાં પાંચ દિવસ રોપ-વે સેવા બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મેન્ટેનન્સની કામગીરીને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે. તારીખ 18 જુલાઈથી 22 જુલાઈ સુધી રોપ વે બંધ રહેશે.

તારીખ 18થી 22 જુલાઈ દરમિયાન રોપ વે બંધ રહેશે

માતાજીના દર્શન અર્થે વહેલી સવારથી લોકોનું મહેરામણ પાવાગઢ ખાતે ઉમટી પડે છે.ત્યારે દર્શનાર્થીઓની સુરક્ષાને પગલે અને વરસાદી વાતાવરણને લીધે રોપ વેનું મેન્ટેનન્સ હાથ ધરવામાં આવ્યું છે. જેના લીધે પાંચ દિવસ રોપ વે સેવા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેને લીધે ભક્તોને માતાજીના દર્શન કરવા પગથિયાં ચડવા પડશે.

મેન્ટેનન્સની કામગીરીને લીધે લેવાયો નિર્ણય 

યાત્રાધામ પાવાગઢ ખાતે વહેલી સવારથી જ માઇ ભક્તોનો ધસારો ધોધમાર વરસાદ વચ્ચે પણ અવિરત શરૂ થતા પાવાગઢની તળેટીમાં આવેલ ચાંપાનેરથી લઇ માચી અને પાવાગઢ ડુંગર સુધી ઠેર ઠેર માનવ મહેરામણ જોવા મળ્યું હતું. જ્યારે યાત્રાધામ પાવાગઢ ખાતે યાત્રિકોનો ભારે ધસારો થતાં સ્થાનિક પોલીસ અને જિલ્લા પોલીસતંત્રએ સતત વરસતા વરસાદમાં ખડે પગે ઊભા રહી ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.

Back to top button