ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં પ્રવાસન વિભાગની હરણફાળ, ગિફ્ટસિટી ખાતે ફિલ્મફેર એવોર્ડમાં મ્યૂઝિક કોન્સર્ટની જમાવટ

  • 28 જાન્યુઆરીના રોજ ફિલ્મફેર એવોર્ડ 2024 ફંકશન યોજાશે
  • આયુષ્માન ખુરાના અને મનીષ પોલની ત્રિપુટી દ્વારા સેરમેનીને હોસ્ટ કરવામાં આવશે
  • ગુજરાત પ્રવાસનના મુખ્ય સચિવ હરિત શુક્લાની આગેવાનીમાં આ કાર્યક્રમ યોજાશે

ગુજરાતમાં પ્રથમવાર ફિલ્મફેર એવોર્ડ યોજાશે. 28 જાન્યુઆરીના રોજ ગિફ્ટસિટી ખાતે ફિલ્મફેર એવોર્ડ 2024 ફંકશન યોજાશે. બોલીવુડના ખ્યાતનામ કલાકારો ગુજરાત ગિફટ્સિટીના મેહમાન બનશે.અગાઉ ફિલ્મફેર એવોર્ડ મહાત્મા મંદિરમાં યોજાય તેવી ચર્ચા હતી પણ દારૂ મુક્તિના નિર્ણય બાદ ફિલ્મફેર એવોર્ડ સમારોહ ગિફ્ટસિટીમાં યોજાશે.

આ પણ વાંચો: ગુજરાતનું આ શહેર બન્યું ઠંડુગાર, જાણો કેટલુ રહ્યું તાપમાન 

આયુષ્માન ખુરાના અને મનીષ પોલની ત્રિપુટી દ્વારા સેરમેનીને હોસ્ટ કરવામાં આવશે

ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે 28 જાન્યુઆરીના રોજ 69મા હ્યુન્ડાઈ ફિલ્મ ફેર એવોર્ડ્સનું આયોજન થયું છે. ગુજરાત ટુરિઝમના સહયોગથી યોજાનારી આ ઈવેન્ટમાં બોલિવૂડના સ્ટાર્સ પરફોર્મન્સ આપશે અને આ સાથે ભારતીય સિનેમામાં યોગદાન આપનારા કલાકારોને સન્માનિત કરવામાં આવશે. આ સેરેમનીમાં રણબીર કપૂર, વરુણ ધવન, કરીના કપૂર ખાન, જાન્હવી કપૂર, સારા અલી ખાન અને કાર્તિક આર્યન પરફોર્મન્સ આપશે, જ્યારે કરણ જોહર, આયુષ્માન ખુરાના અને મનીષ પોલની ત્રિપુટી દ્વારા સેરમેનીને હોસ્ટ કરવામાં આવશે.

આ પણ વાંચો: ગુજરાત સરકારના મંત્રી મંડળના સભ્યો અયોધ્યા રામ મંદિર દર્શને જશે

ગુજરાત પ્રવાસનના મુખ્ય સચિવ હરિત શુક્લાની આગેવાનીમાં આ કાર્યક્રમ યોજાશે

ગુજરાત પ્રવાસનના મુખ્ય સચિવ હરિત શુક્લાની આગેવાનીમાં આ કાર્યક્રમ યોજાશે. જેમાં વિકાસના મંત્ર સાકાર કરતા રાજ્યના પ્રવાસનને કઇ રીતે વેગ મળે તે માટે સતત પ્રયત્નશીલ હરિત શુક્લાના પ્રયાસોથી રાજ્યમાં પ્રવાસ ઉદ્યોગ હરણફાળ ભરી રહ્યું છે. આ ઈવેન્ટની શરૂઆત 27 જાન્યુઆરીએ મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટરથી થશે, જેમાં ગુજરાત ટુરિઝમની કર્ટેન રેઝર સેરેમની થશે. તેમાં ટેકનિકલ એવોર્ડ જીતનારા કલાકરોને ફિલ્મ ફેર એવોર્ડથી સન્માનિત કરાશે. આ સાંજની સેરેમનીને કરિશ્મા તન્ના અને અપારશક્તિ ખુરાના હોસ્ટ કરશે. સાંજના સમયે શાંતનુ અને નિખિલના કલેક્શનનો ફેશન શો યોજાશે. ત્યારબાદ પાર્થિવ ગોહિલની મ્યૂઝિક કોન્સર્ટની જમાવટ માણવા મળશે.

આ પણ વાંચો: ગુજરાત: સીતા માતા વિશે સોશિયલ મીડિયા ઉપર અભદ્ર ટિપ્પણી કરવી વ્યક્તિને ભારે પડી

ફિલ્મ ફેર એવોર્ડ સમારોહના માધ્યમથી ગિફ્ટસિટીનું સમગ્ર દેશ-દુનિયામાં માર્કેટિંગ

ફિલ્મ ફેર એવોર્ડ સમારોહના માધ્યમથી ગિફ્ટસિટીનું સમગ્ર દેશ-દુનિયામાં માર્કેટિંગ કરવા ગુજરાત ટુરિઝમે પ્રયાસ કર્યા છે. નોંધનીય છેકે, ગિફ્ટસિટીમાં ફિલ્મસ્ટાર અક્ષયકુમારે લકઝુરિયસ એપાર્ટમેન્ટ બુક કરાવ્યુ છે. સત્તાધીશોને આશા છેકે, હજુ ફિલ્મ કલાકારો ગિફ્ટસિટીમાં રોકાણ કરી શકે છે. ભારતીય ફિલ્મ ઉદ્યોગ અને ગુજરાતની સંસ્કૃતિ વચ્ચેના આદાનપ્રદાનને વધુ સૃદઢ અને સરળ બનાવવાની સાથે ફિલ્મઉદ્યોગનું ગુજરાતમાં રોકાણ થાય હેતુસર ફિલ્મફેર એવોર્ડ સમારોહ આયોજીત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: અંબાજીમાં માતાજીના પ્રાગટય દિનની આસ્થાભેર ઉજવણી, અંબિકા ભોજનાલયમાં નિઃશુલ્ક મિષ્ટાન ભોજન મળશે

પ્રતિષ્ઠિત 69મા ફિલ્મફેર એવોર્ડ્સ માટે ફિલ્મમેકર્સને આવકારવા ગુજરાતમાં તૈયારી

ફિલ્મ ફેસ્ટિવલના આયોજન સંદર્ભે મુંબઈ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં પ્રવાસન વિભાગના સચિવ હારિત શુક્લા, રોહિત ગોપાકુમાર (ડાયરેક્ટર, ટાઈમ્સ એન્ટરટેઈનેન્ટ ડિવિઝન), જીતેશ પિલ્લઈ (એડિટર, ફિલ્મફેર) ઉપસ્થિત રહ્યા હતા. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી કરણ જોહર, વરુણ ધવન અને જાન્હવી કપૂરે પણ હાજરી આપી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ હતું કે, પ્રતિષ્ઠિત 69મા ફિલ્મફેર એવોર્ડ્સ માટે ફિલ્મમેકર્સને આવકારવા ગુજરાતમાં તૈયારી ચાલી રહી છે. તેનાથી ટુરિઝમ અને સ્થાનિક અર્થવ્યવસ્થા પર સારી અસર પડશે. આ ભવ્ય આયોજન ગુજરાતમાં પ્રતિભાશાળી કલાકારો અને ફિલ્મ નિર્માતાઓને ભારતીય ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાવામાં, વિચારો અને ટેકનોલોજીના આદાન-પ્રદાનમાં પ્રોત્સાહન આપવા મહત્ત્વનો મંચ સાબિત થશે. અમે ગુજરાતની પ્રાકૃતિક સુંદરતા, સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને મજબૂત માળખા સાથે ફિલ્મ ટુરિઝમ નીતિ અને ગુજરાત ટુરિઝમ પોલિસીને દુનિયા સમક્ષ રજૂ કરવા ઉત્સાહિત છીએ. આ આયોજનના માધ્યમથી ભવિષ્યમાં વિવિધ પ્રોજેક્ટ અને રોકાણને આકર્ષિત કરતા મહત્ત્વના ફિલ્મ ડેસ્ટિનેશન બનવાની અપેક્ષા છે.

આ પણ વાંચો: બોટકાંડ: વડોદરાના હરણી લેક ઝોનનો કર્તાહર્તા પરેશ શાહ ઝડપાયો

ફિલ્મફેર એવોર્ડ્સ 2024માં વિવિધ કેટેગરીમાં નોમિનેશન

ગુજરાત ટુરિઝમના સહકારથી યોજાઈ રહેલા 69મા હ્યુન્ડાઈ ફિલ્મફેર એવોર્ડ્સ 2024માં વિવિધ કેટેગરીમાં નોમિનેશન કરવામાં આવ્યા છે. બેસ્ટ ફિલ્મ કેટેગરીમાં 12 વીં ફેલ, એનિમલ, જવાન, ઓહ માય ગોડ 2, પઠાણ અને રોકી ઔર રાની કી પ્રેમ કહાનીનો સમાવેશ થાય છે. બેસ્ટ ડાયરેક્ટર કેટેગરીમાં અમિત રાય (ઓએમજી 2), એટલી (જવાન), કરણ જોહર (રોકી ઔર રાની કી પ્રેમ કહાની), સંદીપ રેડ્ડી વાંગા (એનિમલ), સિદ્ધાર્થ આનંદ (પઠાણ), વિધુ વિનોદ ચોપરા (12વીં ફેલ)નો સમાવેશ થાય છે. બેસ્ટ એક્ટરના નોમિનેશનમાં રણબીર કપૂર (એનિમલ), રણવીર સિંહ (રોકી ઔર રાની કી પ્રેમ કહાની), શાહરૂખ ખાન (ડંકી), શાહરૂખ ખાન (જવાન), સની દેઓલ (ગદર 2), વિકી કૌશલ (સેમ બહાદુર)ને સ્થાન અપાયું છે. બેસ્ટ એક્ટ્રેસ કેટેગરીમાં આલિયા ભટ્ટ (રોકી ઔર રાની કી પ્રેમ કહાની), ભૂમિ પેડનેકર (થેન્કયુ ફોર કમિંગ), દીપિકા પાદુકોણ (પઠાણ), કિયારા અડવાણી (સત્યપ્રેમ કી કથા), રાની મુખરજી (મિસીસ ચેટર્જી વર્સીસ નોર્વે) અને તાપસી પન્નુ (ડંકી)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત બેસ્ટ ક્રિટિક્સ એવોર્ડ, બેસ્ટ સપોર્ટિંગ એક્ટર, બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ, બેસ્ટ સોન્ગ, બેસ્ટ સ્ક્રિપ્ટ, બેસ્ટ સિંગર સહિત વિવિધ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવશે.

Back to top button