ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

કેહતે હૈ કી યે દુનિયા પૂરી બેહરી હૈ પર સુનતે સબ મેરી હૈ – શૈતાન

Text To Speech
  • અજય દેવગનની થ્રિલર ફિલ્મ ‘શૈતાન’નું ટીઝર થયું રિલીઝ  
  • ટીઝર આર.માધવનના ડરામણા અવાજથી થાય છે શરૂ

મુંબઈ, 25 જાન્યુઆરી: અજય દેવગનની સુપરનેચરલ થ્રિલર ફિલ્મ ‘શૈતાન’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. ટીઝરમાં આર.માધવનનો ખતરનાક લુક જોઈને અજય દેવગન ડરી જાય છે. ટીઝર આર.માધવનના ડરામણા અવાજથી શરૂ થાય છે. તે પોતાના કાળા જાદુ દ્વારા અજય દેવગન અને દક્ષિણની અભિનેત્રી જ્યોતિકાને ડરાવવાનો પ્રયાસ કરે છે. આ ફિલ્મની પહેલી ઝલક છે જે 8 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

 

રીલીઝ થયેલા ટીઝર વિશે જનતા શું કહે છે?

પોતાની આગામી ફિલ્મનું ટીઝર શેર કરતા અજય દેવગને લખ્યું કે, ‘તે તમને પૂછશે… આ એક ગેમ છે, શું તમે રમશો? પરંતુ તેનાથી ગેરમાર્ગે ન દોરાશો !’ અજય દેવગનની આ પોસ્ટ પર કોમેન્ટ કરીને લોકો ફિલ્મના ટીઝરની પ્રશંસા કરી રહ્યા છે. તેમને ખરેખર આર.માધવનનો શૈતાન લુક પસંદ આવી રહ્યો છે. એક યુઝરે લખ્યું કે, ‘આ ટીઝર ઘણું સારું લાગે છે. જો આ હોરર કોમેડી ફિલ્મ હોય તો તે હિટ થવાની ખાતરી છે. અન્ય એક યુઝરે લખ્યું, ‘આ ટીઝર નથી પરંતુ માત્ર એક ઝલક છે. તેનો ડાયલોગ ગુઝબમ્પ્સ આપે તેવો છે. 8મી માર્ચ સુધી રાહ જોઈ શકાય તેમ નથી.’ ત્રીજા યુઝરે લખ્યું કે, ‘કેટલું ડરામણું ટીઝર. મજા આવી ગઈ. આર.માધવનના અવાજે ગુઝબમ્પ્સ આપી દીધા.

8 માર્ચે સંજય દત્તની ફિલ્મ સાથે થશે ટક્કર

અજય દેવગનની ફિલ્મ ‘શૈતાન’ 8 માર્ચે રિલીઝ થશે. સંજય દત્તની આગામી ફિલ્મ ‘ડબલ સ્માર્ટ’ પણ 8મી માર્ચે સિનેમાઘરોમાં આવવાની છે. આવી સ્થિતિમાં બોક્સ ઓફિસ પર બંને ફિલ્મો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે.

આ પણ જુઓ: હોલીવુડ અભિનેતા જેમી ડોર્નનને આવ્યો હાર્ટઅટેક

Back to top button