ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સરકારી અધિકારી છે કે કુબેર? તેલંગાણામાં ACBના દરોડામાં મળી 100 કરોડની સંપત્તિ

Text To Speech
  • ACBએ 40 લાખ રોકડા, 2 કિલો સોનું, સ્થાવર મિલકતોના દસ્તાવેજો સહિતનો મુદ્દામાલ કર્યો જપ્ત
  • શહેરી આયોજન વિભાગના ભૂતપૂર્વ ડિરેક્ટરના ઘર, ઓફિસ અને સંબંધીઓના ઘરે સર્ચ ઓપરેશન

હૈદરાબાદ, 25 જાન્યુઆરી: તેલંગાણામાં એક સરકારી અધિકારી ઝડપાયો છે, જે ઓફિસર નહીં પણ કાળા નાણાનો ‘કુબેર’ નીકળ્યો છે. જી હા, તેલંગાણામાં દરોડામાં એક અધિકારીના ઘરેથી ખજાનો મળી આવ્યો છે, જેને જોઈને દરોડા પાડવા ગયેલી ટીમ પણ આશ્ચર્યમાં મુકાઇ ગઈ હતી. હકીકતમાં, તેલંગાણામાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ની ટીમે હૈદરાબાદના શહેરી આયોજન વિભાગના ભૂતપૂર્વ ડિરેક્ટર શિવ બાલકૃષ્ણના ઘર પર દરોડો પાડ્યો હતો. આ સંદર્ભે ACBની 14 ટીમોએ એક સાથે બાલકૃષ્ણના ઘર, ઓફિસ અને સંબંધીઓના ઘરે સર્ચ કરીને બજાર કિંમત મુજબ 100 કરોડ રૂપિયાથી વધુની અપ્રમાણસર સંપત્તિ જપ્ત કરી છે.

 

દરોડા દરમિયાન, ACBએ શિવ બાલકૃષ્ણ પાસેથી 40 લાખ રૂપિયા રોકડા, 2 કિલો સોનું, સ્થાવર મિલકતો સંબંધિત દસ્તાવેજો, 60 મોંઘી ઘડિયાળો, 14 સ્માર્ટ ફોન અને 10 ‘મોંઘા’ લેપટોપ જપ્ત કર્યા હતા. તેમની કુલ કિંમત 100 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

દરોડા પછી સ્થિતિ એવી હતી કે, ACBને બાલકૃષ્ણના ઘરેથી નોટ ગણવાનું મશીન પણ મળી આવ્યું હતું. ચાર બેંકોમાં તેમના નામે લોકર પણ મળી આવ્યા હતા, જે આજે ખોલવામાં આવશે. આવી સ્થિતિમાં આજે ઉપર દર્શાવેલ રિકવરી વધી શકે છે. આ સંદર્ભમાં એસીબીનો આરોપ છે કે, બાલકૃષ્ણએ ઘણી રિયલ એસ્ટેટ કંપનીઓને જરૂરી પરમિટ આપીને કરોડો રૂપિયાની ઉચાપત કરી છે.

આ સરકારી અધિકારી કોણ છે?

હકીકતમાં, ACB અધિકારીઓએ બુધવારે તેલંગાણા સ્ટેટ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (TSRERA)ના સચિવ અને મેટ્રો રેલના પ્લાનિંગ ઓફિસર એસ.બાલકૃષ્ણના પરિસર પર એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન ACBની ટીમે લગભગ 100 કરોડની સંપત્તિ રિકવર કરી છે. એસ. બાલકૃષ્ણએ અગાઉ હૈદરાબાદ મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ ઓથોરિટી (HMDA)માં ટાઉન પ્લાનિંગના ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. એસીબીની 14 ટીમો દ્વારા બુધવારે આખો દિવસ સર્ચ ચાલુ રહ્યું હતું અને આજે એટલે કે ગુરુવારે ફરી કામગીરી શરૂ થવાની શક્યતા છે.

આ પણ જુઓ :CM મમતા બેનર્જીને ધુમ્મસને કારણે અકસ્માત નડ્યો, માથમાં પહોંચી ઈજા

Back to top button