ટોપ ન્યૂઝનેશનલ

PM મોદીએ દેવઘરમાં એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન, 16,800 કરોડના વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ…

Text To Speech

પ્રધાનમંત્રી મોદીએ આજે ઝારખંડના દેવઘરમાં એરપોર્ટ અન્ય વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યું. સાથે જ 16,800 કરોડના વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ પણ પીએમ મોદીએ કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે, બાબા વૈદ્યનાથના આશીર્વાદથી આજે 16 હજાર કરોડ રૂપિયાથી વધારેના પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ થયો છે.

તેમણે કહ્યું કે સરકારના પ્રયાસોના લાભ આજે આખા દેશમાં દેખાઈ રહ્યા છે. UDAN યોજના હેઠળ છેલ્લા 5-6 વર્ષોમાં લગભગ 70 નવા સ્થળોને એરપોર્ટ, હેલીપોર્ટ અને વોટર એરોડ્રોમ દ્વારા જોડવામાં આવ્યા છે. આજે સામાન્ય નાગરિકોને 400થી વધુ નવા રૂટ પર હવાઈ મુસાફરીની સુવિધા મળી રહી છે.

પીએમ મોદીએ કહ્યુ કે, “બાબાના ધામમાં આવ્યા બાદ દરેકનું દિલ ખુશ થઈ જાય છે. આજે આપણે બધાને દેવઘરથી ઝારખંડના વિકાસને વેગ આપવાનું સૌભાગ્ય મળ્યું છે. આ પ્રોજેક્ટ્સ ઝારખંડથી શરૂ થઈ શકે છે પરંતુ તેનો સીધો ફાયદો બિહાર અને પશ્ચિમ બંગાળના ઘણા વિસ્તારોને થશે. એટલે કે આ પ્રોજેક્ટ્સ પૂર્વ ભારતના વિકાસને પણ વેગ આપશે.

Back to top button