કેનેડાએ ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ વિઝા પર 2 વર્ષની સમય મર્યાદાનો લીધો નિર્ણય
કેનેડા, 24 જાન્યઆરી: કેનેડામાં ભણવાનું સપનું જોતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર છે. કેનેડાની સરકારે વિદેશથી અભ્યાસ કરવા આવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના વિઝાને 2 વર્ષની સમય મર્યાદા સુધી મર્યાદિત કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી ત્યાં ભણવાનું સપનું જોતા ભારતીય વિદ્યાર્થીઓ પર પણ અસર પડી શકે છે. કેનેડાના ઈમિગ્રેશન મિનિસ્ટરએ કહ્યું કે ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ વિઝા પરની બે વર્ષની મર્યાદાને કારણે 2024માં નવા અભ્યાસ વિઝામાં 35 ટકાનો ઘટાડો થશે. આ મર્યાદાને કારણે 2024માં 3,64,000 નવી પરમિટ રજીસ્ટર થવાની ધારણા છે, જે ગયા વર્ષે લગભગ 5,60,000 હતી. તેમણે જણાવ્યું હતું કે 2025 માં જારી કરવામાં આવનારી પરમિટની સંખ્યાનું આ વર્ષના અંતમાં પુનઃમૂલ્યાંકન કરવામાં આવશે.
શા માટે કેનેડા ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ વિઝા પર સમય મર્યાદા લાદી રહ્યું છે?
કેનેડિયન સરકારના જણાવ્યા અનુસાર, આ નિર્ણય હાઉસિંગ કટોકટી અને સંસ્થાકીય “ખરાબ તત્તવો” ને લક્ષ્ય બનાવવા માટે નવા ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ વિઝા પર તાત્કાલિક બે વર્ષની મર્યાદા લાદી રહ્યો છે. કેનેડાની સરકારના આ પગલાના કારણે જે વિદ્યાર્થીઓ કેનેડામાં અભ્યાસ કરવાનું વિચારી રહ્યા છે તેવા ભારતીય વિદ્યાર્થીઓને આની અસર કરે તેવી સંભાવના છે. ગ્લોબલ ન્યૂઝે મિલરને ટાંકીને જણાવ્યું હતું કે, ‘કેનેડામાં અસ્થાયી નિવાસનું ટકાઉ સ્તર જાળવવા તેમજ 2024 સુધીમાં કેનેડામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં વધુ વધારો ન થાય તે સુનિશ્ચિત કરવા માટે, અમે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે બે વર્ષની સમય મર્યાદાનો નિર્ણય લીધો છે. સીબીસી ન્યૂઝના જણાવ્યા અનુસાર, કેનેડામાં પ્રવેશતા બિન-સ્થાયી રહેવાસીઓની વધતી સંખ્યાને લઈને ફેડરલ સરકાર પર પ્રાંતોના દબાણ વચ્ચે આ પગલું ભરવામાં આવ્યું છે.
છેલ્લા 10 વર્ષમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ત્રણ ગણો વધારો થયો
મિલરે આ મહિનાની શરૂઆતમાં કહ્યું હતું કે 2022 માં, 800,000 થી વધુ ઈન્ટરનેશનલ સ્ટુડન્ટને અભ્યાસ વિઝા આપવામાં આવ્યા હતા. મિલરે છેલ્લે કહ્યું હતું કે 2023નો આંકડો 10 વર્ષ પહેલાં જે સ્વીકારવામાં આવ્યો હતો તે ત્રણ ગણા કરતાં પણ વધુ છે.
અભ્યાસ માટે કેનેડા આવતા વિદ્યાર્થીઓમાં ભારતીયો સૌથી વધુ
2022 માં કેનેડામાં અભ્યાસ પરમિટ ધારકોના ટોચના 10 મૂળ દેશોમાં કુલ 319,000 વિદ્યાર્થીઓ સાથે ભારત પ્રથમ ક્રમે છે. મિલરે કહ્યું કે મર્યાદા લાદીને ફેડરલ સરકાર કેટલીક નાની ખાનગી કોલેજો સામે પગલાં લઈ રહી છે. તેમણે જણાવ્યું હતું કે આ પગલાથી સરકારને સંસ્થાકીય “ખરાબ તત્તવો” પર નિશાન બનાવવામાં મદદ મળશે.
ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ વિઝા પર 2 વર્ષની સમય મર્યાદાના નિર્ણય બાદ જે વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા પસંદ કરે છે તેવા ભારતીય વિદ્યાર્થીઓને આની અસર થવાની ધારણા છે.
આ પણ વાંચો: ભારતીય અમેરિકન દંપતીને 20 વર્ષની સજા, જબરદસ્તી મજૂરી કરાવવાનો આરોપ