ટ્રેન્ડિંગમનોરંજન

અફેરની અફવાઓ વચ્ચે પરેશાન કંગનાએ કહ્યું, કોઈને ડેટ કરી રહી છું, રાહ જુઓ

Text To Speech
  • સમયાંતરે કોઈને કોઈ વ્યક્તિ સાથે નામ જોડાવાની વાતથી પરેશાન કંગનાએ એક વખત ફરી કહ્યું છે કે તે કોઈને ડેટ કરી રહી છે.

કંગના રણૌત કોને ડેટ કરી રહી છે એ જાણવાની જિજ્ઞાસા દરેક વ્યક્તિના મનમાં છે. કંગનાના ફેન્સ તેની દુલ્હન બનવાની રાહ જોઈ રહ્યા છે. તે લગ્ન અને ડેટિંગની હિંટ ઘણી વખત આપી ચુકી છે, પરંતુ તેનો સપનાનો રાજકુમાર કોણ છે તે જાણવાની ઈચ્છા દરેક વ્યક્તિને થઈ રહી છે. સમયાંતરે કોઈને કોઈ વ્યક્તિ સાથે નામ જોડાવાની વાતથી પરેશાન કંગનાએ એક વખત ફરી કહ્યું છે કે તે કોઈને ડેટ કરી રહી છે. ઈઝ માય ટ્રિપના ફાઉન્ડર સાથે કંગનાની તસવીર વાઈરલ થતા લિંકઅપના સમાચાર આવવા લાગ્યા હતા. આ મુદ્દે તેણે કહ્યું કે નિશાંત પિટ્ટી સાથે તેને કોઈ એવા રિલેશન નથી.

અફેરની અફવાઓ વચ્ચે પરેશાન કંગનાએ કહ્યું, કોઈને ડેટ કરી રહી છું, રાહ જુઓ hum dekhenge news

કંગનાએ કર્યુ ડેટિંગનું ખંડન

કંગના રણૌતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પર અનેક પોસ્ટ શેર કરી હતી. તેની વચ્ચે ઈઝ માય ટ્રિપના ફાઉન્ડર નિશાંત પિટ્ટી સાથે તેની તસવીરો પણ વાઈરલ થઈ હતી. લોકો તેની પર ક્યાસ લગાવી રહ્યા છે. ગોસિપ એવી ચાલી રહી છે કે કંગના નિશાંતને ડેટ કરી રહી છે. આ સમાચાર જ્યારે હેડલાઈન્સ બનીને પહોંચ્યા ત્યારે કંગનાએ એ વાતનું ખંડન કર્યું.

રોજ કોઈની સાથે નામ ન જોડો

કંગનાએ ડેટિંગના સમાચારોની વચ્ચે સ્ક્રીન શોટ શેર કરતા લખ્યું છે કે મીડિયાને મારું વિનમ્ર નિવેદન છે કે ખોટી જાણકારી ન ફેલાવો. નિશાંત પિટ્ટીજી ખુશહાલ જિંદગી જીવી રહ્યા છે અને હું કોઈ બીજી વ્યક્તિને ડેટ કરી રહી છું. પ્લીઝ યોગ્ય સમય આવે તેની રાહ જુઓ. અમને શરમમાં ન મુકો. કોઈ યુવાન છોકરીનું નામ રોજ નવા પુરુષ સાથે જોડવું યોગ્ય નથી. માત્ર બે વ્યક્તિ સાથે ફોટો પડાવે તેનો કોઈ પણ અર્થ ન કાઢો.

આ પણ વાંચોઃ શું તમે પણ ISRO માં નોકરી મેળવવા ઈચ્છો છો તો આ સમાચાર તમારા માટે જ છે

Back to top button