બીજા દિવસે ચહેરો ઢાંકીને રામ મંદિર પહોંચ્યા અનુપમ ખેર, કાનમાં શું કહ્યું?
- અનુપમ ખેર એ ખાસ લોકોમાં સામેલ હતા, જેમને પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં સ્પેશિયલ ગેસ્ટ બનવાનો મોકો મળ્યો હતો. પોતાની લેટેસ્ટ પોસ્ટમાં તેમણે મંદિરની અંદરનો બીજા દિવસનો વીડિયો શેર કર્યો છે.
અયોધ્યા, 24 જાન્યુઆરીઃ અનુપમ ખેર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ખાસ મહેમાન બન્યા હતા. તેમણે ઈવેન્ટ સાથે જોડાયેલી ક્ષણોને પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી, જ્યારે લેટેસ્ટ પોસ્ટમાં તેમણે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પછીના બીજા દિવસના નજારાના દર્શન કરાવ્યા છે. તેઓ ચહેરો છુપાવીને મંદિરમાં ગયા હતા. ત્યાં લોકોની ભક્તિ જોઈને અનુપમ ખેર ખૂબ ખુશ થયા. તેમણે એ પણ કહ્યું કે એક વ્યક્તિએ તેમને કાનમાં શું કહ્યું?
એક વ્યક્તિએ કાનમાં કહ્યું કે…
અનુપમ ખેર એ ખાસ લોકોમાં સામેલ હતા, જેમને પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં સ્પેશિયલ ગેસ્ટ બનવાનો મોકો મળ્યો હતો. પોતાની લેટેસ્ટ પોસ્ટમાં તેમણે મંદિરની અંદરનો બીજા દિવસનો વીડિયો શેર કર્યો છે. અનુપમ ખેરે ક્લિપ પોસ્ટ કરી છે અને સાથે લખ્યું છે, મહેરબાની કરીને અંત સુધી જુઓઃ કાલ હું આમંત્રિત અતિથિ બનીને રામ મંદિર ગયો હતો, પરંતુ આજે બધાની સાથે ચુપચાપ મંદિર જવાનું મન થયું. ભક્તિનો આવો સમુદ્ર જોઈને હ્રદય ગદગદ થઈ ગયું છે. લોકોનો રામજીને જોવાનો ઉત્સાહ અને ભક્તિભાવ જોતા જ ખ્યાલ આવી જાય છે. જ્યારે હું ત્યાંથી બહાર આવવા લાગ્યો ત્યારે એક ભક્તે મારા કાનમાં હળવેથી કહ્યું, ભૈયા જી મોં ઢાંકવાથી કંઈ જ નહીં થાય. રામ લલ્લાએ તમને ઓળખી લીધા છે. જય શ્રી રામ.
कृपया अंत तक देखे: कल मैं आमंत्रित अतिथि बनकर राम मंदिर गया था! पर आज सबके साथ चुपचाप मंदिर जाने का मन किया।भक्ति का ऐसा समंदर देखने को मिला कि हृदय गद गद हो उठा।लोगों का राम जी को देखने का उत्साह और भक्तिभाव देखते ही बन रहा था।जब मैं निकलने लगा तो एक भक्त हल्के से कान में बोला,… pic.twitter.com/S0O5X3TVSk
— Anupam Kher (@AnupamPKher) January 23, 2024
લોકોએ કરી પ્રશંસા
અનુપમ ખેરની પોસ્ટમાં અનેક કોમેન્ટ્સ આવી છે. એક ફોલોઅરે લખ્યું છે કે આ દિલને સ્પર્શી જતી ભક્તિ છે. મંદિરની આસપાસની ઊર્જાનો કોઈ જવાબ નથી. ખૂબ જ સુંદર અનુભવ. જય શ્રીરામ. કોઈએ લખ્યું છે ખૂબ જ ઈમોશનલ ક્ષણો. એક કોમેન્ટ છે ચાચા ભીડમાં ઘુસી ગયા. તમારી જીજીવિષા જોઈને મજા આવી ગઈ. એક વ્યક્તિએ લખ્યું છે ભગવાન માટે ભક્તો ભક્તો જ છે, કોઈ ખાસ કે કોઈ સામાન્ય નથી.
ये पल आमरण याद रहेगा।जय श्री राम! 🕉🙏❤️ pic.twitter.com/XjvqXE0HRa
— Anupam Kher (@AnupamPKher) January 23, 2024
…અને ન રોકાયા આંસુ!
અનુપમ ખેરે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસની પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે જીંદગીમાં એવી ઘણી ક્ષણો આવી છે, જ્યારે મારી આંખમાંથી આંસુ નીકળી ગયા હોય. ભગવાન રામ પર જ્યારે હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા થઈ ત્યારે મારી આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. કદાચ આટલા વર્ષોની ભાવનાઓ એક સાથે બહાર આવી ગઈ હતી. હું વીડિયો શુટ કરતી વખતે પણ રડી રહ્યો હતો અને ખુશ થઈ રહ્યો હતો. આવા બે ભાવ એકસાથે ઓછા જોવા મળતા હોય છે.
આ પણ વાંચોઃ રામ મંદિરમાં દર્શનનો બીજો દિવસ, 1 કિલોમીટર લાંબી કતારો, આજે આવી વ્યવસ્થા