ટોપ ન્યૂઝબિઝનેસવિશેષ

ઉત્તર પ્રદેશનો સૌથી મોટો LuLu મોલ થયો Open, કેમ આ મોલ આપે છે સૌથી સસ્તો સામાન ?

Text To Speech

હાલમાં જ ઉત્તર પ્રદેશના લખનઉમાં રાજ્યનો સૌથી મોટો મોલ ખુલ્યો છે. સુશાંત ગોલ્ડ સિટીનો આ મોલ 1,85,800 ચોરસ મીટરમાં બનેલો છે. આ લખનઉનો સૌથી મોટો લુલુ મોલ (Lulu Mall Lucknow)છે, જે સુશાંત ગોલ્ફ સિટીમાં લગભગ 2 હજાર કરોડ રૂપિયાના ખર્ચે 11 એકરમાં બનેલો છે. આ મોલ દેશના સૌથી મોટા શોપિંગ મોલમાંનો એક છે. અત્યાર સુધી આ કંપનીએ કોચ્ચિ માં સૌથી મોટો મોલ બનાવ્યો છે.

Lulu Mall UP 01

શું છે મોલની ખાસિયત ?

આ મોલની ખાસિયત એ છેકે તમે ઘણા મોલ જોયા હશે, તમે બધા તહેવારો પર તેમાં ભીડ એકઠી થતી જોઈ હશે, પરંતુ લુલુ મોલ જેવી ભીડ તમે ભાગ્યે જ જોઈ હશે. તાજેતરમાં, ત્રિવેન્દ્રમના લુલુ મોલમાં મધ્યરાત્રિનું વેચાણ યોજાયું હતું, જેમાં લગભગ તમામ સામાન અડધા ભાવે આપવામાં આવી રહ્યો હતો. આ જોઈને લોકો મોલ પર તૂટી પડ્યા જાણે આખું શહેર મોલમાં ઘુસી ગયું હોય. લુલુની લોકોને પોતાની તરફ ખેંચવાની આ રીત છે. તે ખૂબ જ સસ્તો માલ આપે છે અને તેણે ઘણા બધા ગ્રાહકોને પોતાના તરીકે બનાવ્યા છે. અત્યારે ભલે યુપીમાં સૌથી વધુ ગ્રાહકો કોઈપણ મોલના હોય, પરંતુ આવનારા દિવસોમાં લુલુ યુપીના સૌથી મોટા કિંગ તરીકે ઉભરી આવવાની શક્તિ ધરાવે છે.

Biggest Lulu Mall UP 02

કેમ આપે છે સૌથી સસ્તો સામાન ?

ખાસ વાત એ છેકે લુલુ મોલ કેમ સૌથી સસ્તો સામાન આપી શકે છે, તેની પાછળનું સૌથી મોટું કારણ છે કે તે દુનિયાભરના અલગ અલગ ભાગોમાંથી ઓર્ડર આપીને સીધા કંપનીઓથી જ સામાનની ખરીદી કરે છે. જેને પોતાના જ માધ્યમથી સીધા સ્ટોર્સમાં વેચે છે. જેના કારણે મોટા મોટા રિટેલ સ્ટોર્સને પણ લુલુ મોટી ટક્કર આપે છે. તેમજ આગામી સમયમાં તે વધુ મોલ ઓપન કરી અન્ય કોમ્પિટિશનના લોકોને પણ તકલીફ આપી શકે છે.

lulu mall UP

જો વાત લુલુ મોલની કરવામાં આવે તો લુલુ ગ્રુપનું વાર્ષિક ટર્નઓવર $8 બિલિયન ડૉલર છે. આ જૂથનો વ્યવસાય મોટાભાગના આરબ દેશોમાં ફેલાયેલો છે, ખાસ કરીને સંયુક્ત આરબ અમીરાતમાં. લુલુ ગ્રુપનું મુખ્ય મથક યુએઈની રાજધાની અબુ ધાબીમાં છે. આ જૂથનો બિઝનેસ મધ્ય પૂર્વ, એશિયા, અમેરિકા અને યુરોપ સહિત 22 દેશોમાં છે. લુલુ ગ્રુપે દુનિયાભરમાં ફેલાયેલા બિઝનેસ દ્વારા લગભગ 57 હજાર લોકોને રોજગારી આપી છે.

Bigest Lulu Mall UP owner
લુલુ ગ્રુપ ઈન્ટરનેશનલના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર એસ.એ યુસુફ અલી

લુલુ ગ્રુપના માલિક એક ભારતીય છે

લુલુ ગ્રુપનું હેડક્વાર્ટર અબુ ધાબીમાં છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ એક ભારતીય યુસુફ અલીની કંપની છે. લુલુ ગ્રુપ ઈન્ટરનેશનલના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર એસ.એ યુસુફ અલી (એમ. એ. યુસુફ અલી), કેરળના થ્રિસુર જિલ્લાના નટ્ટિકાના વતની છે. તેમનો જન્મ 15 નવેમ્બર 1955ના રોજ થયો હતો. યુસુફ અલીને 3 દીકરીઓ છે અને તેમનો આખો પરિવાર અબુ ધાબીમાં રહે છે. દરેક પસાર થતા દિવસની સાથે, યુસુફ અલી પોતાનો બિઝનેસ વધારી રહ્યો છે અને લખનૌમાં લુલુ મોલ પણ તેનો મહત્વનો ભાગ છે. તેઓ 1973માં અબુ ધાબી ગયા અને હવે યુએઈની નાગરિકતા મેળવી લીધી છે.

ત્રિવેન્દ્રમમાં લુલુ મોલ સફળ

તાજેતરમાં ત્રિવેન્દ્રમમાં લુલુ મોલની શોપિંગ માટે લોકોએ લાંબી લાઈન લગાવી હતી અને તેના કારણે તેના વીડિયો ઘણાં ચર્ચામાં આવ્યા હતા. જ્યાં 6 જુલાઈના મધ્યરાત્રિથી સેલ શરૂ થયો હતો અને તેના માટે મોલની બહાર લાંબી લાઈન લાગી ગઈ હતી. તેમજ મોલ ઓપન થતાં જ અંદર જવા માટે પણ લોકોની ભારે ભીડ જોવા મળી હતી. જો કે આ મોલનો પહેલો જ પ્રયાસ હતો કે જેમાં તમામ વસ્તુઓ અડધી કિંમતે વેચવાની કોશિશ કરી હતી. જેમાં તેમને સફળતા પણ મળી હતી.

Back to top button