ગુજરાતટોપ ન્યૂઝ

ઇસ્કોન બ્રિજ પર 9 લોકોનો ભોગ લેનારા તથ્ય પટેલના હૃદયના ધબકારા વધ્યા અને જામીન માટે પ્લાન બનાવ્યો

Text To Speech
  • અદાલત પાસે ચાર સપ્તાહ માટે કામચલાઉ જામીન માંગ્યા હતા
  • મેડિકલ ચેકઅપ કરાવી રિપોર્ટ સોંપવા યુ.એન. મહેતા હોસ્પિટલને નિર્દેશ
  • તથ્ય પટેલની હંગામી જામીનની અરજી કોર્ટે ફગાવી

ઇસ્કોન બ્રિજ પર 9 લોકોનો ભોગ લેનારા તથ્ય પટેલના હૃદયના ધબકારા વધ્યા અને જામીન માટે પ્લાન બનાવ્યો હતો. ત્યારે તથ્ય પટેલની હંગામી જામીનની અરજી કોર્ટે ફગાવી છે. હૃદયના ધબકારા વધી જતા હોવાના કારણે ચાર સપ્તાહના જામીન માંગેલા હતા. મેડિકલ ચેકઅપ કરાવી રિપોર્ટ સોંપવા યુ.એન. મહેતા હોસ્પિટલને નિર્દેશ છે.

આ પણ વાંચો: ગુજરાત: સરકારી ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરતા લોકો માટે ખાસ સમાચાર 

અદાલત પાસે ચાર સપ્તાહ માટે કામચલાઉ જામીન માંગ્યા હતા

ઇસ્કોન બ્રિજ પર પર 142થી વધુની ઝડપે બેફમ રીતે જેગુઆર કાર હંકારી એકસાથે નવ નિર્દોષ લોકોનો ભોગ લેનાર અને સંખ્યાબંધ લોકોને ઇજા પહોંચાડનાર આરોપી તથ્ય પ્રજ્ઞેશ પટેલ હૃદયના ધબકારા વધી જતા હોવાથી અદાલત પાસે ચાર સપ્તાહ માટે કામચલાઉ જામીન માંગ્યા હતા. જો કે, અમદાવાદ ગ્રામ્ય કોર્ટના ડિસ્ટ્રીક્ટ જજ ડી.એમ.વ્યાસે તથ્ય પટેલની હંગામી જામીનની અરજી ધરાર ફ્ગાવી દીધી હતી. કોર્ટે આરોપી તથ્ય પટેલની છાતીની તકલીફ્ને લઇ તેની સારવાર માટે યુ.એન.મહેતામાં મેડિકલ ચેકઅપ કરાવી તેનો રિપોર્ટ દસ દિવસમાં અદાલતમાં રજૂ કરવા સાબરમતી જેલ સત્તાવાળાઓને આદેશ કર્યો હતો.

આ પણ વાંચો: ગુજરાતમાં બે મહિનામાં સ્વાઈન ફલૂના નવા કેસનો આંકડો જાણી રહેશો દંગ 

તથ્ય પટેલ છેલ્લા સાડા પાંચ મહિના ઉપરાંતના સમયથી સાબરમતી જેલમાં

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના મુખ્ય આરોપી તથ્ય પટેલ છેલ્લા સાડા પાંચ મહિના ઉપરાંતના સમયથી સાબરમતી જેલમાં છે. દરમિયાન તથ્ય પટેલ દ્વારા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાર સપ્તાહ માટેના કામચલાઉ જામીન માંગતી એક અરજી કરી એવી રજૂઆત કરી હતી કે, અરજદારને છાતીમાં દુખાવો થતો હોઇ અને હૃદયના ધબકારા વધી જતા હોઇ અગાઉ તેણે સિમ્સ હોસ્પિટલમાં સારવાર લીધી હતી, તેથી આ સંદર્ભમાં તેને થોડા દિવસોની સારવાર માટે ચાર સપ્તાહના સમયગાળા માટે હંગામી જામીન પર મુકત કરવો જોઇએ.

Back to top button