- ગત વર્ષે સ્વાઈન ફલૂના સૌથી વધુ મોત અમદાવાદ શહેરમાં નોંધાયા
- રાજ્યમાં બે મહિનામાં સ્વાઈન ફલૂના નવા 42 કેસ સામે આવ્યા
- દેશભરમાં વર્ષ 2022માં સ્વાઈન ફ્લૂના 13,202 કેસ
ગુજરાતમાં બે મહિનામાં સ્વાઈન ફલૂના નવા કેસનો આંકડો જાણી દંગ રહેશો. જેમાં રાજ્યમાં બે મહિનામાં સ્વાઈન ફલૂના નવા 42 કેસ સામે આવ્યા છે. તથા એકનું મોત થયુ છે. 2023માં 212 કેસ તથા 3 મોત થયા હતા. તેમજ આ વર્ષે ગુજરાતમાં સ્વાઈન ફલૂ નિયંત્રણમાં રહ્યું છે.
આ પણ વાંચો: ગુજરાતની ઠંડીમાં આંશિક રાહત, જાણો કયા શહેરમાં કેટલુ રહ્યું તાપમાન
ગત વર્ષે સ્વાઈન ફલૂના સૌથી વધુ મોત અમદાવાદ શહેરમાં નોંધાયા
ગત વર્ષે સ્વાઈન ફલૂના સૌથી વધુ મોત અમદાવાદ શહેરમાં નોંધાયા હતા. ગુજરાતમાં વર્ષ 2023માં નવેમ્બર અને ડિસેમ્બર 2024 એમ છેલ્લા બે મહિનામાં એચ1એન1 એટલે કે સ્વાઈન ફ્લૂના નવા 42 કેસ નોંધાયા છે જ્યારે સારવાર દરમિયાન એક દર્દીનું મોત થયું છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ગુજરાતમાં સ્વાઈન ફલૂ નિયંત્રણમાં રહ્યું છે. વર્ષ 2023ના અરસામાં ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના કુલ 212 કેસ નોંધાયા છે અને ત્રણ દર્દીનાં મોત થયા છે, જ્યારે વર્ષ 2022ના અરસામાં ગુજરાતમાં 2,174 કેસ આવ્યા હતા, જે પૈકી 71 દર્દીનાં મોત થયા હતા.
આ પણ વાંચો: ગુજરાત: સરકારી ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરતા લોકો માટે ખાસ સમાચાર
દેશભરમાં વર્ષ 2022માં સ્વાઈન ફ્લૂના 13,202 કેસ
નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ દ્વારા લેટેસ્ટ આંકડા જાહેર કરાયા છે, તે પ્રમાણે બે માસમાં ગુજરાતમાં 42 કેસ સાથે એક દર્દીનું મોત થયું છે. દેશભરમાં વર્ષ 2022માં સ્વાઈન ફ્લૂના 13,202 કેસ સાથે 410નાં મોત થયા હતા, જ્યારે વર્ષ 2023માં કેસનું પ્રમાણ ઘટીને 8,097 થયા છે, જે પૈકી 129 દર્દીએ જીવ ગુમાવ્યા છે. વર્ષ 2023માં તામિલનાડુમાં 3,544 કેસ સાથે 19 દર્દીનાં મોત થયા છે. મહત્ત્વનું છે કે, ગત વર્ષે ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના મોટા ભાગના દર્દીઓને વેન્ટિલેટર સહારે સારવાર આપવી પડી હતી અને સૌથી વધુ મોત અમદાવાદ શહેરમાં નોંધાયા હતા.