ટ્રેન્ડિંગનેશનલ

હેટ સ્પીચ કેસઃ આઝમ ખાનની અપીલ કોર્ટે ફગાવી, જાણો સમગ્ર મામલો

Text To Speech
  • MP MLA કોર્ટે હેટ સ્પીચ કેસમાં સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાનની અપીલને ફગાવી, આઝમ ખાને બે વર્ષની સજા સામે અપીલ દાખલ કરી હતી

ઉત્તર પ્રદેશ, 23 જાન્યુઆરી: સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાને બે વર્ષની સજા સામે MP MLA કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. ત્યારે બાદ હવે MP MLA કોર્ટે હેટ સ્પીચ કેસમાં જેલમાં બંધ આઝમ ખાનની અપીલ ફગાવી દીધી છે. આ મામલો 2019ની લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન નફરતભર્યા ભાષણ સાથે સંબંધિત છે. આઝમ ખાન વિરુદ્ધ 2019માં કલમ 171G/505(1)(B), 125 જનપ્રતિનિધિ હેઠળ શહઝાદનગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. જેમાં એમપી એમએલએ કોર્ટે આઝમ ખાનને દોષી ઠેરવ્યો હતો અને બે વર્ષની સજા સંભળાવી હતી.

શું છે સમગ્ર મામલો?

18 એપ્રિલ, 2019 ના રોજ રામપુરના શહઝાદનગર પોલીસ સ્ટેશન વિસ્તારના ધમોરા ગામમાં એક જાહેર સભા દરમિયાન આઝમ ખાન પર બંધારણીય હોદ્દા ધરાવતા લોકો વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, જેનો વીડિયો પણ વાયરલ થયો હતો. તે પછી ADO સહકારી અનિલ ચૌહાણ વતી આઝમ ખાન વિરુદ્ધ શહઝાદનગર પોલીસ સ્ટેશનમાં કલમ 171G/505(1)(B), 125 જનપ્રતિનિધિ હેઠળ દ્વેષપૂર્ણ ભાષણનો કેસ નોંધવામાં આવ્યો હતો.

કોર્ટે ક્યારે સજા સંભળાવી?

MP MLA મેજિસ્ટ્રેટ કોર્ટે 15 જુલાઈ 2023 ના રોજ આઝમ ખાન વિરુદ્ધ સમગ્ર કેસની સુનાવણી કરી. આ કેસમાં ચુકાદો આપતાં કોર્ટે આઝમ ખાનને બે વર્ષની જેલ અને 2500 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ સજા વિરુદ્ધ આઝમ ખાન તરફથી MP MLA સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી, જેના પર આજે નિર્ણય આવ્યો છે અને આ અપીલને કોર્ટ દ્વાર ફગાવી દેવામાં આવી છે.

આ પણ વાંચો: CM નીતિશ મહાગઠબંધનમાં રહેશે કે જશે? કેસી ત્યાગીએ આપ્યો મોટો ઈશારો

Back to top button