IND vs ENG: વિરાટ કોહલી નહીં રમે પ્રથમ બે ટેસ્ટ મેચ, જાણો કેમ લીધો અચાનક નિર્ણય
- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 25 જાન્યુઆરીએ હૈદરાબાદમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાશે, વિરાટ કોહલી આ મેચમાં નહીં જોવા મળે
મુંબઈ, 22 જાન્યુઆરી: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની સિરીઝ ટુંક સમયમાં શરુ થવા જઈ રહી છે, જેની પ્રથમ મેચ 25 જાન્યુઆરીએ હૈદરાબાદમાં રમાશે. બીસીસીઆઈ દ્વારા પ્રથમ બે ટેસ્ટ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. આ દરમિયાન અચાનક સમાચાર પ્રકાશમાં આવ્યા છે કે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ મેચ નહીં રમે. બીસીસીઆઈએ સોશિયલ મીડિયા પર પણ આ અંગે માહિતી આપી છે. જેના કારણે ભારતીય ટીમને ઈંગ્લેન્ડ સામે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
બીસીસીઆઈએ કોહલીના ન રમવા અંગે આપી માહિતી
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 25 જાન્યુઆરીએ હૈદરાબાદમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. બીજી મેચ 2 ફેબ્રુઆરીએ વિશાખાપટ્ટનમમાં રમાશે. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી આ બંને મેચમાં નહીં રમે. બીસીસીઆઈ દ્વારા સોશિયલ મીડિયા પર આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે વિરાટ કોહલીએ અંગત કારણોસર પ્રથમ બે ટેસ્ટ નહીં રમવાનો નિર્ણય લીધો છે.
🚨 NEWS 🚨
Virat Kohli withdraws from first two Tests against England citing personal reasons.
Details 🔽 #TeamIndia | #INDvENGhttps://t.co/q1YfOczwWJ
— BCCI (@BCCI) January 22, 2024
અગાઉ પણ કોહલી અફઘાનિસ્તાન સામે પ્રથમ T20માં હાજર નતા રહ્યા
હાલમાં જ જ્યારે વિરાટ કોહલીએ અફઘાનિસ્તાન સામે T-20 સિરીઝ રમી હતી ત્યારે તે પહેલી મેચ પણ રમ્યો નહોતો. આ પછી તે બીજી અને ત્રીજી મેચ રમતા જોવા મળ્યો હતો. એવું માનવામાં આવતું હતું કે 11 જાન્યુઆરીએ કોહલીની પુત્રી વામિકાનો જન્મદિવસ હતો, તેથી તે પ્રથમ મેચમાં હાજર રહ્યો ન હતો. પરંતુ હવે તેઓ આ સીરીઝની મેચો કેમ નથી રમી રહ્યા તેની કોઈ માહિતી પ્રકાશમાં આવી નથી.
ત્રણ ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત હવે પછી કરવામાં આવશે
ખાસ વાત એ છે કે BCCIએ પ્રથમ બે ટેસ્ટ માટે જ ટીમની જાહેરાત કરી હતી, જેમાં કોહલીનું નામ સામેલ હતું. બીજી અને ત્રીજી મેચ વચ્ચે લગભગ એક અઠવાડિયાનું અંતર છે, તેથી તેમની ટીમની જાહેરાત પછી કરવામાં આવશે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે કોહલી કુલ પાંચમાંથી કેટલી મેચોમાં રમતા જોવા મળશે.
આ પણ વાંચો: ભારત – ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચ સીરીઝ : વિરાટ કોહલી પાસે 7 રેકોર્ડ બનાવવાની તક