ટ્રેન્ડિંગનેશનલમનોરંજનશ્રી રામ મંદિર

પ્રાણ પ્રતિષ્ઠા થતાં જ ખુશીથી ઝુમી ઉઠી કંગનાઃ લગાવ્યા ‘જય શ્રીરામ’ના નારા

  • કંગના રણૌતનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ખુશીથી એક્ટ્રેસ ફુલી સમાઈ રહી નથી. આ વીડિયો કંગનાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ શેર કરવામાં આવ્યો છે

22 જાન્યુઆરીનો દિવસ ઈતિહાસના પાનાં પર સુવર્ણ અક્ષરોમાં લખવામાં આવશે. રામભક્તો માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. 500 વર્ષની લાંબી પ્રતિક્ષા માત્ર 84 સેકન્ડમાં ખતમ થઈ ચુકી છે. અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે સંપન્ન થઈ. આ ક્ષણના સાક્ષી બનવા દરેક વ્યક્તિ ઉત્સાહિત હતી. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં દેશના સુપર સ્ટાર્સ જેમ કે અમિતાભ બચ્ચન, કંગના રણૌત, રણબીર કપૂર, રજનીકાંત, આલિયા ભટ્ટની સાથે અનિલ અંબાણી અને મુકેશ અંબાણી પણ પોતાના આખા પરિવાર સાથે પહોંચ્યા હતા. કંગના રણૌતનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે જોર જોરથી ‘જય શ્રીરામ’ના નારા લગાવતી જોવા મળી છે.

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

આકાશમાંથી પુષ્પ વર્ષા જોઈને કંગનાએ લગાવ્યા જય શ્રીરામના નારા

કંગના રનૌતનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ખુશીથી એક્ટ્રેસ ફુલી સમાઈ રહી નથી. આ વીડિયો કંગનાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં કંગના રનૌત મંદિર પરિસરમાં જોવા મળી હતી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થાય છે, આકાશમાંથી હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા થાય છે અને શંખોની ધ્વનિથી માહોલ બદલાઈ જાય છે. આ વખતે કંગના ખુશીથી ઝુમી ઉઠી અને જોર જોરથી જય શ્રીરામના નારા લગાવવા લાગી હતી.

 

View this post on Instagram

 

A post shared by Kangana Ranaut (@kanganaranaut)

કંગનાએ પોતાના લુકથી જીત્યું દિલ

કંગનાના લુકની વાત કરીએ તો તે એકદમ પારંપરિક રીતે તૈયાર થઈ હતી. તેણે સફેદ કલરની સાડી પહેરી હતી અને સાથે ઓરેન્જ કલરનું બ્લાઉઝ પહેર્યું હતું. આ સાથે તેણે હેવી જવેલરી પહેરી હતી. આ લુકમાં કંગના સુંદર દેખાતી હતી. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, વિકી કૌશલ, કૈટરિના કૈફ, મનોજ જોશી, માધુરી દિક્ષિત, ચિરંજીવી, રામ ચરણ, આયુષ્માન ખુરાના, જેકી શ્રોફ, કૈલાશ ખેર અને રોહિત શેટ્ટી આવ્યા હતા. આ ઉપરાંત રામાયણના રામ એટલે કે અરુણ ગોવિલ, લક્ષ્મણ એટલે કે સુનીલ લહેરી અને સીતા એટલે કે દીપિકા ચિખલિયા તેના પતિ સાથે પહોંચી હતી.

આ પણ વાંચોઃ મેક્સિકો પણ રામમયઃ બન્યું દેશનું પહેલું મંદિર, રામલલ્લા થયા બિરાજમાન

Back to top button