ટોપ ન્યૂઝટ્રેન્ડિંગધર્મનેશનલવર્લ્ડશ્રી રામ મંદિર

22-01-2024 કોઈ તારીખ નથી, એક નવા કાલચક્રનો પ્રારંભ છે: PM મોદી

Text To Speech
  • પીએમ મોદીએ રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા બાદ તમામ અતિથિઓને સંબોધ્યા હતા
  • પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે અયોધ્યા શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું
  • વડાપ્રધાન મોદી અને RSS સુપ્રીમો મોહન ભાગવતે ભગવાન શ્રી રામની પૂજા-અર્ચના કરી 

અયોધ્યા, 22 જાન્યુઆરી: અયોધ્યાના ભવ્ય મંદિરમાં રામ લલ્લા બિરાજમાન થયા છે. આ અવસરે પીએમ મોદીએ ઉપસ્થિત તમામ અતિથિઓને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કે 22 જાન્યુઆરી 2024 કોઈ તારીખ નથી, એક નવા કાલચક્રનો પ્રારંભ છે. આ સમય સામાન્ય નથી, આ કાલચક્ર ઉપર અંકિત થઈ રહેલી અમીટ રેખાઓ છે. તેમણે કહ્યું કે, હું આજે પ્રભુ શ્રી રામ પાસે ક્ષમા માંગુ છું કે અમારી તપસ્યામાં, અમારા પ્રયાસોમાં કોઈ તો ખોટ રહી હશે કે અમે આટલો સમય આ કાર્ય પૂર્ણ નહોતા કરી શક્યા. રામ લલ્લાના અભિષેક બાદ પીએમ મોદીએ જણાવ્યું કે, ન્યાયતંત્રનો આભાર માનું છું કે જેમણે ન્યાયની લાજ રાખી.

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યાના આંગણેથી કહ્યું કે,આપણા માટે આ અવસર માત્ર વિજયનો નહીં, વિનયનો પણ છે. આ મંદિર માત્ર એક દેવમંદિર નથી, આ ભારતના દર્શનના, ભારતના દિક-દર્શનનું પ્રતીક છે. આજથી 1000 વર્ષના ભવ્ય ઇતિહાસનો પાયો નાખીએ અને સમર્થ, સક્ષમ, ભવ્ય, દિવ્ય ભારતના સર્જનના શપથ લઈએ છીએ. દેવ સે દેશ અને રામથી રાષ્ટ્રની ચેતનાનો વિસ્તાર આ જ છે.પરંપરા અને આધુનિકતાનું સાયુજ્ય કરવાનું છે, અને આ કામ વર્તમાન યુવા પેઢીએ કરવાનું છે.

 

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

ભગવાન શ્રીરામના નેત્રો પરથી પાટા દૂર થયા છે. મંત્રમુગ્ધ કરી દેતી તસવીર બહાર આવી છે. PM મોદી આરતી ઉતારી ભાવુક થઈ ગયા હતા. રામ મંદિરમાં આજે યોજાઈ રહેલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે અયોધ્યા શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. 500 વર્ષની રાહ જોયા બાદ આજે ભગવાન શ્રી રામ તેમના ભવ્ય અને દિવ્ય મંદિરમાં નિવાસ કર્યો છે. તેથી હજારો ક્વિન્ટલ ફૂલોથી અયોધ્યા શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. રામલલાના શ્રી વિગ્રહના પ્રાણ પ્રતિષ્ઠાની ઐતિહાસિક વિધિ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા રામ મંદિર પહોંચ્યા હતા અને PM મોદીએ હાથમાં ચાંદીનું છત્ર લઈને રામ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો હતો. વડાપ્રધાન મોદી અને RSS સુપ્રીમો મોહન ભાગવતે ભગવાન શ્રી રામની પૂજા-અર્ચના કરી હતી. યુપીના સીએમ યોગી આદિત્યનાથ, સંત સમાજ સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત છે.

Ram Lalla
Ram Lalla

ગર્ભગૃહ નજીક રંગમંડપમાં રાજ્યપાલ આનંદીબેન પટેલ,, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મહંત નૃત્ય ગોપાલદાસજી તથા રામ મંદિરના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાશીના સુનિલ શાસ્ત્રીજી મોદીને સંકલ્પ કરાવી રહ્યા છે. રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા બાદ પીએમ શ્રી રામ મંદિર સંકુલમાં સ્થિત કુબેર ટીલા પર આવેલા શિવ મંદિરમાં દર્શન અને પૂજા કરશે. લગભગ 4 કલાક 35 મિનિટના કાર્યક્રમ બાદ તેઓ દિલ્હી પરત ફરશે.

 

 

રામ મંદિર ત્યાં જ બન્યું  છે, જ્યાં બનાવવાનો સંકલ્પ લીધો હતો : મુખ્યમંત્રી યોગી

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રામ મંદિર પરિસર સંબોધન કરતા જણાવ્યું હતું કે, “રામોત્સવના પાવન અવસરે પ્રધાનમંત્રીજીનું હૃદયથી સ્વાગત અને અભિનંદન કરું છું. 500 વર્ષોથી વધારે રાહ જોયા પછી આજે અંતરમનની ભાવના એવી છે જેને વ્યક્ત કરવા શબ્દો નથી. મન ભાવવિહવળ છે. આજના ઐતિહાસિક દિવસે દરેક માર્ગ રામ મંદિર તરફ આવી રહ્યો છે.દરેકના મુખમાં રામ નામ છે. મનમાં છે. રોમ-રોમમાં રામ છે. રાષ્ટ્ર રામમય છે. એવું લાગે છે આપણે ત્રેતાયુગમાં આવી ગયા છીએ.આનંદ એ વાતનો છે કે રામ મંદિર ત્યાં બન્યું છે જ્યાં રામ જન્મભૂમિ છે. શિલ્પીએ આપણી કલ્પના મુજબની પ્રતીમા બનાવી છે.”

RSS સંઘના વડા મોહન ભાગવતે સંબોધન કરતા કહ્યું હતું કે, આજનો આનંદ શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. અયોધ્યામાં રામલલ્લા સાથે ભારતનો શ્વાસ પાછો આવ્યો છે. વિશ્વને ત્રાસદીમાંથી મુક્ત કરાવનારું ભારત આજે ઉભરી આવ્યું છે. દેશભરમાં રામમય વાતાવરણ છે. વડાપ્રધાન મોદીએ 11 દિવસનું કઠોર તપ કર્યું છે. એ તપસ્વી છે. અયોધ્યામાં રામલલ્લા આવ્યા પણ તે અયોધ્યાની બહાર કેમ ગયા, કારણ કે અયોધ્યામાં કલહ થયો. અયોધ્યા એ નગરી છે જ્યાં કલહ નથી હોતો. આજે રામલલ્લા પાછા આવ્યા છે. આજે એ લોકોના ત્યાગને યાદ કરવો પડે. આ યુગમાં પાછા આવવાનો ઈતિહાસ જે જે શ્રવણ કરશે તે રાષ્ટ્ર માટે સમર્પિત રહેશે. આપણા માટે કર્તવ્યનો આદેશ છે. મોદીજીએ તપ કર્યું, હવે આપણે તપ કરવાનું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા અયોધ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યાના મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓએ સરયૂ નદીમાં સ્નાન કર્યું હતું. જે બાદ નવા રામ મંદિર ખાતે પહોંચ્યા હતા અને પ્રાણ પ્રતિષ્ઠાની પૂજામાં કરી હતી. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરનો હવાઈ નજારો જોવા મળ્યો હતો.

 

આ પણ જુઓ :LIVE UPDATE: હિન્દુઓની આશા પૂર્ણ થઈ, કાર સેવકોને અયોધ્યા જવા ખાસ વ્યવસ્થા કરાશે: સી.આર.પાટી

Back to top button