ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, જાણો કયા રહ્યું સૌથી ઓછુ તાપમાન

Text To Speech
  • પોરબંદર અને સુરેન્દ્રનગરમાં પણ તાપમાન 14 ડિગ્રી તાપમાન
  • બિહાર અને ઉત્તર મધ્ય પ્રદેશમાં આજે તો કોલ્ડવેવ ચાલુ જ છે
  • બે-ત્રણ દિવસ સુધી ગાઢ ધુમ્મસ છવાઈ રહેવાની આશંકા

ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત છે. જેમાં ડિસા અને નલિયામાં સૌથી ઓછુ તાપમાન 10 ડિગ્રી રહ્યું છે. તેમાં દિવમાં તાપમાન 13 ડિગ્રી છે. તથા મહુવામાં પણ 10 ડિગ્રી, રાજકોટમાં 11 ડિગ્રી તાપમાન રહ્યું છે. જેમાં કેશોદમાં 11 ડિગ્રી, કંડલામાં 12 ડિગ્રી, વડોદરામાં 13 ડિગ્રી તાપમાન રહ્યું છે.

આ પણ વાંચો: ગુજરાત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શીલજ ગામ ખાતે નિહાળશે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનું જીવંત પ્રસારણ

પોરબંદર અને સુરેન્દ્રનગરમાં પણ તાપમાન 14 ડિગ્રી તાપમાન

અમદાવાદ, ગાંધીનગર, વલ્લભવિદ્યાનગરમાં 14 ડિગ્રી તેમજ પોરબંદર અને સુરેન્દ્રનગરમાં પણ તાપમાન 14 ડિગ્રી તાપમાન રહ્યું છે. હવામાન વિભાગ વધુમાં જણાવે છે કે અત્યારે જે ઠંડી ચાલુ છે તેમાં આગામી બે દિવસ સુધી કોલ્ડ વેવ ગંભીર બનવાની પુરી શક્યતા છે. તે પછી ધીમે ધીમે ઠંડીમાં ઘટાડો થતો જશે. હવામાન વિભાગ જણાવે છે કે બિહાર અને ઉત્તર મધ્ય પ્રદેશમાં આજે તો કોલ્ડવેવ ચાલુ જ છે. પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર, ઝારખંડ, સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કીમ અને મધ્ય પ્રદેશમાં ન્યૂનતમ ઉષ્ણતામાન છથી દસ ડીગ્રી વચ્ચે છે.

સમગ્ર ઉત્તર ભારતમાં અત્યારે કડકડતી ઠંડી

સમગ્ર ઉત્તર ભારતમાં અત્યારે કડકડતી ઠંડી પડી રહી છે. આથી અનેક લોકોની મુશ્કેલીઓ વધી રહી છે. તેવામાં આઈ.એમ.ડી.એ ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર ભારત તથા મધ્ય-ભારતમાં હજી પણ ઠંડી વધવા સંભવ છે અને સબ હિમાલયન રીજીયનમાં પારો ત્રણ ડીગ્રી સુધી નીચે ઉતરવાની સંભાવના છે. તેટલું જ નહીં પણ પંજાબથી બિહાર સુધી અને સબહિમાલયન પ.બંગાળ, આસામ તથા મધ્ય ભારત ઉત્તર ઓછામાં ઓછા બે-ત્રણ દિવસ સુધી ગાઢ ધુમ્મસ છવાઈ રહેવાની આશંકા છે.

Back to top button