ગુજરાત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શીલજ ગામ ખાતે નિહાળશે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનું જીવંત પ્રસારણ
- મંગલ ધ્વનિના આરંભ સાથે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ શરુ થશે
- 12:20થી 1 વાગ્યા સુધી પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આયોજન કરવામાં આવ્યું
- 1 વાગ્યે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ PM મોદી સંબોધન કરશે
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે આવેલ શીલજ ગામ ખાતે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનું જીવંત પ્રસારણ નિહાળશે. 500 વર્ષ બાદ આજે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનો અવસર આવ્યો છે. તેમાં PM નરેન્દ્ર મોદીના હસ્તે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે.
12:20થી 1 વાગ્યા સુધી પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આયોજન કરવામાં આવ્યું
12:20થી 1 વાગ્યા સુધી પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અનેરો આનંદ જોવા મળ્યો છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શીલજ ગામથી જીવંત પ્રસારણ નિહાળશે. તેમાં PM નરેન્દ્ર મોદીના હસ્તે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે. 12:20થી 1 વાગ્યા સુધી પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા રામમંદિરના પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે.
મંગલ ધ્વનિના આરંભ સાથે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ શરુ થશે
મંગલ ધ્વનિના આરંભ સાથે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ શરુ થશે. રામલલાની જૂની મૂર્તિ પણ મંદિરમાં લાવવામાં આવી છે. સમગ્ર મંદિર પરિસરને લાઈટિંગ અને ફૂલોથી સુશોભિત કરાયુ છે. પ્રાણ પ્રતિષ્ઠાને લઈ દેશભરમાં ઉજવણીનો માહોલ છે. વડાપ્રધાન મોદી માટે 14 ફૂટ ઉંચો મંચ તૈયાર કરવામાં આવ્યો છે. સમારોહ પહેલા અયોધ્યાને દુલ્હનની જેમ શણગાર કરાયો છે. 50થી વધુ કલાકારો 2 કલાક સુધી સંગીત રેલાવશે. આમંત્રિતોએ 10.30 કલાક સુધી પ્રવેશ કરવાનો રહેશે. નક્કી કરાયેલા પ્રવેશદ્વારથી પ્રવેશ અપાશે.
1 વાગ્યે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ PM મોદી સંબોધન કરશે
માત્ર આમંત્રણ પત્ર ધારકોને જ પ્રવેશ અપાશે. જેમાં QR કોડની ચકાસણી કર્યા બાદ પરિસરમાં પ્રવેશ મળશે. સમારોહમાં 8 હજારથી વધુ મહેમાનો સામેલ થશે. અભિજિત મુહુર્તમાં પ્રાણ પ્રતિષ્ઠા વિધિ થશે. પૂજા વિધિ કાશીના પંડિતો દ્વારા કરાવવામાં આવશે. જેમાં આચાર્ય ગણેશ્વર દ્વવિડ અને આચાર્ય લક્ષ્મીકાંત મુખ્ય પંડિત છે. 150થી વધુ પરંપરાના સંતો-ધર્માચાર્યો પણ હાજર છે. 1 વાગ્યે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ PM મોદી સંબોધન કરશે.