ટોપ ન્યૂઝટ્રેન્ડિંગધર્મશ્રી રામ મંદિર

રામ આયેંગે તો અંગના સજાઉંગી…દુલ્હનની જેમ સજાવાયું રામ મંદિર, જુઓ Photos

Text To Speech

અયોધ્યા, 21 જાન્યુઆરીઃ 22 જાન્યુઆરીનો દિવસ કોઈ તહેવારથી ઓછો નહીં હોય. રામલલ્લાના ભવ્ય સ્વાગત માટે અયોધ્યાનગરી દુલ્હનની જેમ સજાવાઈ છે. શ્રદ્ધાળુઓના સ્વાગત માટે સુરક્ષાવ્યવસ્થા પણ સખત કરવામાં આવી છે.

રામ આયેંગે તો અંગના સજાઉંગી...દુલ્હનની જેમ સજાવાયું રામ મંદિર hum dekhenge news અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનારી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં છે. રામ જન્મભૂમિ ટ્ર્સ્ટે રામ મંદિરની સુંદર તસવીરો જારી કરી છે.

રામ આયેંગે તો અંગના સજાઉંગી...દુલ્હનની જેમ સજાવાયું રામ મંદિર hum dekhenge news

સોમવારે (22 જાન્યુઆરી) અયોધ્યામાં ભગવાન રામલલાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે. ત્યારબાદ સામાન્ય લોકો પણ રામ મંદિરના દર્શન કરી શકશે. આ દરમિયાન રામ મંદિરને અંદરથી સુંદર રીતે શણગારવામાં આવ્યું છે.

રામ મંદિરની અંદર અને બહારનો ભાગ ફૂલોથી સજાવવામાં આવ્યો છે. અદ્ભુત લાઇટિંગને કારણે મંદિરનો નજારો ખૂબ જ સુંદર લાગે છે. મુખ્ય દરવાજાને પણ વિવિધ પ્રકારના ફૂલોથી શણગારવામાં આવ્યો છે.

રામ આયેંગે તો અંગના સજાઉંગી...દુલ્હનની જેમ સજાવાયું રામ મંદિર hum dekhenge news

મંદિરની અંદર આ ફૂલોની સજાવટ ખૂબ જ અદ્યતન રીતે કરવામાં આવી છે. મંદિરના થાંભલાઓથી લઈને દિવાલો સુધી ફુલોનો અદ્ભૂત શણગાર કરવામાં આવ્યો છે.

રામ આયેંગે તો અંગના સજાઉંગી...દુલ્હનની જેમ સજાવાયું રામ મંદિર hum dekhenge news

અયોધ્યા શહેરને પણ દુલ્હનની જેમ શણગારવામાં આવી રહ્યું છે. આ તસવીરોમાં રામ મંદિરની ભવ્યતા જોઈ શકાય છે. ફૂલોથી શણગારેલું મંદિર મનમોહક લાગી રહ્યું છે.

રામ આયેંગે તો અંગના સજાઉંગી...દુલ્હનની જેમ સજાવાયું રામ મંદિર hum dekhenge news

અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પહેલાની આ તસવીરો ભક્તોને ખુશ કરી દે તેવી છે.

આ પણ વાંચોઃ અયોધ્યા : પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે PM મોદીના કાર્યક્રમનું શેડ્યૂલ જાહેર

Back to top button