અમદાવાદગુજરાતમધ્ય ગુજરાતસ્પોર્ટસ

અમદાવાદમાં CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઇન્ટરસ્કૂલ સ્પોર્ટ્સ કોમ્પિટિશનનો પ્રારંભ

  • દરેક વિદ્યાર્થી-ખેલાડીઓએ કોઈને હરાવવા માટે નહીં પણ જીતવાના ઉદ્દેશ સાથે રમવું જોઈએ : CM
  • બે દિવસીય ઇન્ટરસ્કૂલ સ્પોર્ટ્સ કોમ્પિટિશનમાં ૨૧થી વધુ સ્કૂલના ૧૮૦૦ જેટલાં વિદ્યાર્થીઓ લેશે ભાગ

અમદાવાદ, 21 જાન્યુઆરી: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદમાં સેવી સ્વરાજ સ્પોર્ટ્સ ક્લબ ખાતે પ્રોગ્રેસિવ સ્કૂલ સ્પોર્ટ્સ ફેડરેશન દ્વારા આયોજિત બે દિવસીય ઇન્ટર સ્કૂલ સ્પોર્ટ્સ કોમ્પિટિશનનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.  આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, “દરેક વિદ્યાર્થી-ખેલાડીઓએ કોઈને હરાવવા માટે નહીં પણ જીતવાના ઉદ્દેશ સાથે રમવું જોઈએ.” બે દિવસીય ઇન્ટરસ્કૂલ સ્પોર્ટ્સ કોમ્પિટિશનમાં ૨૧થી વધુ સ્કૂલના ૧૮૦૦ જેટલાં વિદ્યાર્થીઓ ભાગ લેશે. ત્યારે ૨૦૩૬ના ઓલિમ્પિક્સ માટે ગુજરાતે તૈયારીઓ કરી લીધી છે.

આ દ્વિ-દિવસીય રમત-ગમત સ્પર્ધામાં ૬ જેટલી રમતોમાં ૧૮૦૦ જેટલા વિદ્યાર્થીઓ, ઇન્ટરસ્કૂલ સ્પોર્ટ્સ કોમ્પિટિશનના ઉદ્ઘાટન પ્રસંગે પ્રોગ્રેસિવ સ્કૂલ સ્પોર્ટ્સ ફેડરેશન સાથે સંકળાયેલા જીગર શાહ, વિવેકભાઈ કપાસી તેમજ ૨૧થી વધુ સ્કૂલના પ્રિન્સિપાલ, ટીચર્સ, કોચ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

PMના ‘ખેલેગા ઇન્ડિયા, જીતેગા ઇન્ડિયા,  ઓર આગે બઢેગા ઇન્ડિયા’ના સૂત્રને કર્યું ચરિતાર્થ

sports compitition

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘ખેલેગા ઇન્ડિયા, જીતેગા ઇન્ડિયા, ઓર આગે બઢેગા ઇન્ડિયા’ના સૂત્રને ચરિતાર્થ કરવા આ ઇન્ટર સ્કૂલ સ્પોર્ટ્સ કોમ્પિટિશનનું આયોજન કરવા બદલ પ્રોગ્રેસિવ સ્કૂલ સ્પોર્ટ્સ ફેડરેશનને અભિનંદન પાઠવ્યા હતા. આ કોમ્પિટિશનમાં ભાગ લઈ રહેલા વિદ્યાર્થીઓ- ખેલાડીઓને સંબોધતા મુખ્યમંત્રીએ કહ્યું કે, “જ્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે ત્યારે દરેક વિદ્યાર્થીઓએ કોઈને હરાવવા માટે નહીં પણ જીતવાના ઉદ્દેશ સાથે રમવાનું છે.” મુખ્યમંત્રીએ ૨૦૩૬માં યોજાનારી ઓલિમ્પિક્સ ગેઇમ્સનું આયોજન ગુજરાતમાં થાય તે માટેની તૈયારીઓ શરૂ કરી લીધી છે તેની પણ વિગતો આપી હતી.

દરેક વિદ્યાર્થીઓએ હાર્ડવર્ક સાથે પોતાના ટેલેન્ટનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ

sports compitition

આ પ્રસંગે પદ્મશ્રી, અર્જુન એવોર્ડ અને મેજર ધ્યાનચંદ્ર એવોર્ડ વિજેતા ગીત શેઠીએ ઉપસ્થિત વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડતા કહ્યું કે, “દરેક વિદ્યાર્થીઓ-ખેલાડીઓને જે સ્પોર્ટ્સમાં રુચિ છે એ સ્પોર્ટ્સને ખુબ પ્રેમ કરવો જોઈએ અને તેમાં જરૂરથી આગળ વધવું જોઈએ. દરેક વિદ્યાર્થીઓએ હાર્ડવર્ક સાથે પોતાના ટેલેન્ટનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ. જો તમે પોતાનો ટેલેન્ટ દેખાડવા માટે સક્ષમ નહીં બનો તો એ ટેલેન્ટ તમારા માટે નિષ્ફળ સાબિત થશે.”

આ પણ જુઓ: ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા ECIએ ટ્રેનિંગ શરૂ કરી

Back to top button