ગુજરાત

વડોદરા હરણી તળાવ દૂર્ધટનામાં મુખ્ય સૂત્રધાર સામે લૂકઆઉટ નોટિસ નીકળશે

Text To Speech
  • મોટનાથ તળાવ ખાતેના લેક ઝોનને સીલ મારી દેવાયુ
  • પેટા કોન્ટ્રાક્ટ આપવા સહિતની કરારની શરતોનો ભંગ
  • પ્રોજેક્ટને સીલ કરીને કોટિયા પ્રોજેક્ટને ટર્મીનેટ કર્યો

વડોદરા હરણી તળાવનો કોટિયા પ્રોજેક્ટ રદ મુખ્ય સૂત્રધાર સામે લૂકઆઉટ નોટિસ નીકળશે. જેમાં કોર્પોરેશને લેક ઝોનનો કબજો મેળવવાની સાથે માલિકી પણ કોટિયા પ્રોજેક્ટ પાસેથી આંચકી લીધી છે. તેમજ પેટા કોન્ટ્રાક્ટ આપવા સહિતની કરારની શરતોનો ભંગ થયો હોવાનું ખૂલ્યું છે. કોર્પોરેશને જમીન, બાંધકામ, એમેનિટિસ સહિતની વસ્તુઓનો કબજો મેળવ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા ECIએ ટ્રેનિંગ શરૂ કરી

પ્રોજેક્ટને સીલ કરીને કોટિયા પ્રોજેક્ટને ટર્મીનેટ કર્યો

હરણી મોટનાથ તળાવ ખાતેના ‘લેક ઝોન’ પ્રોજેક્ટમાં કોટિયા પ્રોજેક્ટ નામના કોન્ટ્રાક્ટરે ટેન્ડરની શરતોનો રીતસરનો ભંગ કર્યો હોવાનુ સત્તાવાર બહાર આવ્યું છે. જેથી મ્યુનિ. કોર્પોરેશને લેક મોટનાથ તળાવ વિસ્તારની ઝોન પ્રોજેક્ટને સીલ કરીને કોટિયા પ્રોજેક્ટને ટર્મીનેટ કર્યો છે. જે સાથે કોર્પોરેશને લેક ઝોનનો કબજો મેળવવાની સાથે માલિકી પણ કોટિયા પ્રોજેક્ટ પાસેથી આંચકી લીધી છે. મ્યુનિ.કમિશનર દિલીપ રાણાએ પોતે આ બાબતે નિવેદન આપ્યું હતું. જેથી હવે કોન્ટ્રાક્ટર લેક ઝોન પ્રોજેક્ટની જગ્યામાંથી પાણી ભરવાનો એક ચંબુ પણ લઈ જઈ નહીં શકે. હરણીની બોટ દુર્ઘટનામાં પોલીસની ધરપકડથી બચવા માટે નાસતા ફરતાં મુખ્ય સૂત્રધાર પરેશ શાહ તેમજ નિલેશ જૈન સહિતના આરોપીઓ દેશ છોડીને ફરાર ના થઈ જાય તે માટે લૂક આઉટ નોટીસ ઈશ્યુ કરવાની એસ.આઈ.ટી. દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: વડોદરા બોટ દુર્ઘટનામાં આરોપી જાહેર, જાણો કોણ છે 12 માસૂમ ભૂલકાઓ અને 2 શિક્ષિકાઓનો ભોગ લેનારા

મોટનાથ તળાવ ખાતેના લેક ઝોનને સીલ મારી દેવાયુ

મ્યુનિ.કમિશનર દિલીપ રાણાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતુ કે, બોટ હોનારત થતા કોટિયા પ્રોજેક્ટના તમામ 15 પાર્ટનરો સામે કોર્પોરેશને પોલીસ ફરિયાદ નોંધાવેલી છે. ટેન્ડરની શરતોનો ભંગ કરાયેલો હતો. જેથી મોટનાથ તળાવ ખાતેના લેક ઝોનને સીલ મારી દેવાયુ છે અને કોટિયા પ્રોજેક્ટને ટર્મીનેટ કરી દીધો છે. તેમજ દંડનીય કાર્યવાહીના ભાગરૂપે કોર્પોરેશને લેક ઝોન પ્રોજેક્ટની જગ્યાનો કબજો અને માલિકી લગભગ મેળવી લીધી છે.

Back to top button