ગુજરાત

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા ECIએ ટ્રેનિંગ શરૂ કરી

Text To Speech
  • બે તબક્કામાં બે દિવસિય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો
  • જિલ્લામાં છેક બુથ લેવલ સુધીના સ્ટાફને તાલીમ અપાશે
  • ગુજરાત કોંગ્રેસમાં અસંતોષનો ચરૂ વધુ ઉકળ્યો છે

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા ECIએ ટ્રેનિંગ શરૂ કરી છે. જેમાં BJP મધ્યસ્થ કાર્યાલયો ખોલશે. તથા આગામી બે સપ્તાહમાં સરકારી તંત્ર અને રાજકીય પક્ષો ચૂંટણી મોડમાં આવી જશે. ત્યારે ગુજરાત કોંગ્રેસમાં અસંતોષનો ચરુ ઉકળ્યો છે. તેમાં ઉપનેતા શૈલષ પરમાર પણ હવે નારાજ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, જાણો કયુ શહેર બન્યુ ઠંડુગાર 

જિલ્લામાં છેક બુથ લેવલ સુધીના સ્ટાફને તાલીમ અપાશે

રાજકીય પક્ષોની ગતિવિધી વચ્ચે ઈલેક્શન કમિશનર ઓફ ઈન્ડિયાએ ચૂંટણીઓના સરળ અને સુગમ સંચાલન માટે અધિકારીઓ અને કર્મચારીઓની તાલીમનો આરંભ કર્યો છે. મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા ગાંધીનગર ખાતે જિલ્લા કક્ષાના માસ્ટર ટ્રેઈનર્સ માટે બે તબક્કામાં બે દિવસિય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 32 જિલ્લાના 64 અધિકારીઓની બે બેચની વર્કશોપમાં ઈવીએમ – વીવીપેટ, મતદાન મથકો, પોસ્ટલ બેલેટ, પોલિંગ સ્ટાફ, ખર્ચ નિરીક્ષણ, આઈટી એપ્લિકેશન્સ અને આદર્શ આચારસંહિતાની બાબતો અંગે વિસ્તૃત તાલીમ આપવામાં આવી હતી. હવે અહીંથી તૈયાર થયેલા માસ્ટર ટ્રેઈનર્સ મારફતે દરેક જિલ્લામાં છેક બુથ લેવલ સુધીના સ્ટાફને તાલીમ અપાશે.

આ પણ વાંચો: વડોદરા બોટ દુર્ઘટનામાં આરોપી જાહેર, જાણો કોણ છે 12 માસૂમ ભૂલકાઓ અને 2 શિક્ષિકાઓનો ભોગ લેનારા

ગુજરાત કોંગ્રેસમાં અસંતોષનો ચરૂ વધુ ઉકળ્યો છે

લોકસભાની ચૂંટણી જાહેર થવાને આડે માત્ર 50 દિવસ જ બાકી રહ્યા છે ત્યારે ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયાના ગુજરાત સ્થિત મુખ્ય ચૂંટણી અધિકારી- CEO તંત્ર દ્વારા જિલ્લા કક્ષાના માસ્ટર ટ્રેઈનર્સ માટે રાજ્યકક્ષાનો તાલીમ કાર્યક્રમ શરૂ થયો છે. તો બીજી તરફ ભાજપે પણ 20 ફેબ્રુઆરીથી દરેક જિલ્લામાં પોતાના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયો ખોલવની તૈયારી આંરભી છે. જ્યારે વિધાનસભામાં એક પછી એક ધારાસભ્યોએ રાજીનામા આપવાનું શરૂ કરતા ગુજરાત કોંગ્રેસમાં અસંતોષનો ચરૂ વધુ ઉકળ્યો છે.

Back to top button