ઉત્તર ગુજરાતગુજરાત

ડીસા તાલુકા સંઘની ચૂંટણી બિન હરીફ, 10 ફોર્મ માન્ય અને 40 ફોર્મ રદ થયા

  • તાલુકા સંઘ માં 40 ફોર્મ રદ,10 ફોર્મ માન્ય રહ્યા.
  • 11 ડિરેકટરો માટે 10 ફોર્મ રહેતા ચૂંટણી બિનહરીફ થઈ

પાલનપુર 20 જાન્યુઆરી 2024 : ડીસા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં 11 ડિરેકટરોની ચૂંટણી માટે 50 ફોર્મ ભરાયા હતા જેમાં 40 ફોર્મ રદ થતાં 10 ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. જ્યારે એક ફોર્મ માં ઉમેદવારી પત્ર રદ થતાં એક બેઠક ખાલી રહી હતી. આમ ચૂંટણી બીનરીફ થવા પામી હતી.

બનાસકાંઠા જિલ્લાની અગ્રણી સહકારી સંસ્થા ઘી ડીસા તાલુકા ખરીદ વેચાણ સંઘ લી.ની વ્યવસ્થાપક મંડળની ચૂંટણી જાહેર થઈ હતી. જેમાં કુલ 11 ડિરેક્ટરો ચૂંટવા ફોર્મ ભરવાના છેલ્લા દિવસે કુલ 50 ઉમેદવારીપત્ર ભરાયા હતા. જોકે બાદમાં તમામ ફોર્મ ની ચકાસણી શનિવારે ડીસા નાયબ કલેકટર કચેરી ખાતે ચૂંટણી અધિકારી નેહા પંચાલની હાજરી માં યોજાઇ હતી.ચકાસણીમાં 40 ફોર્મ રદ કરવામાં આવ્યા હતા.જ્યારે માત્ર 10 ફોર્મ માન્ય રહ્યા હતા. આમ અગિયાર ડિરેકટરો માટે યોજાનાર ચૂંટણી માં દસ ફોર્મ માન્ય રહેતા તમામ દસ ડિરેકટરો બિનહરીફ થઈ જવા પામ્યા હતા. જ્યાંરે એક ડિરેક્ટર માટે નું ફોર્મ રદ થઈ હતા એક બેઠક ખાલી રહી હતી.

આં ચૂંટણીમાં પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા દ્વારા ચૂંટણી ન યોજાય અને સહકારી માળખું બિનહરીફ થાય તેવા સતત પ્રયાસો કર્યા હતા. પરંતુ ભાજપનું જ એક જૂથ પૂર્વ ધારાસભ્યની સામે પડતા તાલુકા સંઘના ઇતિહાસ માં પ્રથમ વખત 50 જેટલાં ઉમેદવારી પત્રો ભરાયા હતા. પંરતું ફોર્મ રદ થતાં આખરે તાલુકા સંઘ ની ચૂંટણી બિન હરીફ થવા પામી છે.  તમામ બિનહરીફ થયેલ ઉમેદવારો પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાના કાર્યાલય પર પહોંચતા તમામનો ખેસ પહેરાવી અભિવાદન કર્યું હતું.

તાલુકા સંઘ નો વિવાદ નામદાર કોર્ટ માં ચાલે છે

ડીસા તાલુકા સંઘનો વિવાદ હાલ નામદાર કોર્ટ માં ચાલે છે. જેમાં વહીવટી સમિતિએ મંજૂર કરેલા પેટા કાયદા બાબત ચૂંટણી રદ કરવા, ચૂંટણી અધિકારી સામે અને અગાઉ થયેલ ફરિયાદમાં નામ ઉમેરવા સહીત ની મેટર ચાલી રહી છે. જોકે આં મેટરનો ચુકાદો સોમવારે આવનાર છે. ત્યારે કેટલાક લોકો ન્યાય તંત્ર પર ભરોસો રાખીને બેઠેલા છે.

તાલુકા સંઘમાં વર્ષોથી એક જ જ્ઞાતિનું પ્રભુત્વ હતું

ડીસા તાલુકા સહકારી સંઘની સ્થાપના થઈ ત્યારથી લઈ અત્યાર સુધી સંઘના સંચાલનમાં તેમજ તમામ ચૂંટણીઓમાં મોટેભાગે એક જ જ્ઞાતિ નું પ્રભુત્વ રહેતું હતું.પરંતુ નવા વ્યવસ્થાપક મંડળમાં પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ તમામ જ્ઞાતિઓના લોકોને તક આપી ભાજપના “સબકા સાથ સબકા વિકાસ” સૂત્રને સાચા અર્થ માં ચરિતાર્થ કર્યું છે.

વિજેતા ઉમેદવારો ના નામ

1.. બાબરસિંહ પૃથ્વીરાજ વાઘેલા.. ધાડા

2.. વિપુલકુમાર દેવચંદભાઈ દવે.. ઝેરડા

3… રમેશસિંહ હેમસિંહ વાઘેલા.. રામસણ

4.. રામસીભાઈ હીરાભાઈ પટેલ.. રતનપુર

5.. પ્રતીકકુમાર ત્રિભોવનભાઈ પઢીયાર.. રાજપુર

6.. અરવિંદભાઈ જીવાભાઈ લોઢા.. વડાવળ

7… ઉકાજી ધર્માજી ઠાકોર.. ભચલવા

8… પચુંણભાઈ સેંધાભાઈ પરમાર.. સણથ

9… હંસાબેન દશરથભાઈ દેસાઈ.. આગડોલ

10… શાંતાબેન ગલબાજી દેસાઈ (રબારી )

આ પણ વાંચો : વડોદરા બોટ દુર્ઘટના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી, કલેક્ટર અને મ્યુનિસપિલ કમિશનરને પાર્ટી બનાવવા માગ

Back to top button