મેથીનો વધુ ઉપયોગ પણ નુકશાનદાયક, આ બીમારી હોય તો રહેજો દુર
- મેથી વિશે એવું કહેવાય છે કે તે પોષક તત્વોથી ભરપૂર હોય છે, પરંતુ મેથીનો વધુ પડતો ઉપયોગ આરોગ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
કેટલાક લોકો તેમના ભોજનમાં મેથીનો વધુ ઉપયોગ કરે છે. મેથી વિશે એવું કહેવાય છે કે તે પોષક તત્વોથી ભરપૂર હોય છે, પરંતુ મેથીનો વધુ પડતો ઉપયોગ આરોગ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. છેલ્લા ઘણા સમયથી લોકો મેથીનું પાણી પણ પીવા લાગ્યા છે. મેથીનો ઉપયોગ સમજદારીપૂર્વક કરવો જોઈએ. આવો જાણીએ વધુ પડતી મેથી ખાવાના ગેરફાયદા.
શુગર લેવલ ધટી જવું
ઘણા ડાયાબિટીસના દર્દીઓ મેથીનું પાણી પીવે છે. મેથીનું પાણી શુગર લેવલ ઘટાડે છે, પરંતુ જો મેથીનું પામી વધારે પીવામાં આવે તો શુગર લેવલ ખૂબ જ નીચે આવે છે. જેના કારણે ડાયાબિટીસના દર્દીઓની તબિયત બગડી શકે છે.
હાઈ બ્લડ પ્રેશર
મેથીના પાનમાં સોડિયમની માત્રા ઓછી હોય છે. જેના કારણે બીપી લો થઈ શકે છે. જો તમે હાઈ બીપીના દર્દી છો તો તમારે મેથીનું પાણી પીવાનું કે મેથી ખાવાનું ટાળવું જોઈએ.
શ્વાસની બીમારી
જો તમને શ્વાસ લેવામાં તકલીફ હોય કે શ્વાસ સંબંધી કોઈ બીમારી હોય તો મેથીનું પાણી પીવું કે મેથી ખાવી નુકસાનકારક સાબિત થઈ શકે છે. મેથીની તાસિર ગરમ હોય છે જેના કારણે તે શ્વાસ સંબંધી સમસ્યાઓનું કારણ બની શકે છે.
ગર્ભવતી મહિલાઓ માટે
સગર્ભા મહિલાઓએ મેથી ખાવાનું ટાળવું જોઈએ કારણ કે તેને ખાવા કે તેનું પાણી પીવાથી રક્તસ્ત્રાવની સમસ્યા થઈ શકે છે. મેથીનું સેવન કરવાથી સ્તનપાન કરાવતી મહિલાઓને ઘણી સમસ્યાઓ થઈ શકે છે. જેના કારણે પેટ પણ ખરાબ થઈ શકે છે.
પેટ સંબંધિત સમસ્યાઓ
મેથીનું પાણી પીવાથી પેટ સંબંધિત સમસ્યાઓ થાય છે. આ કારણે વ્યક્તિને ગેસ અને અપચો જેવી તકલીફોનો સામનો કરવો પડી શકે છે. કબજિયાતની સમસ્યા પણ થઈ શકે છે. આથી જેમને પેટની સમસ્યા હોય તેમણે મેથી ન ખાવી જોઈએ.
એલર્જીની તકલીફમાં
જે લોકોને ત્વચાની એલર્જી હોય તેમણે મેથી ખાવી કે પીવી ન જોઈએ. આનાથી ત્વચા પર બળતરા અને ફોલ્લીઓ થઈ શકે છે.
આ પણ વાંચોઃ શું પાલતુ પ્રાણી પણ માનવીને બીમાર પાડી શકે છે ?