- શનિવારે શેરબજાર ખુલતાની સાથે સેન્સેક્સમાં 742 પોઈન્ટ તો નિફટીમાં 250 પોઈન્ટનો વધારો
- રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખીને આજે ફુલ-ડે ટ્રેડિંગ અને 22મીએ ટ્રેડિંગમાં રજા
મુંબઈ, 20 જાન્યુઆરી: ઇતિહાસમાં પ્રથમ વખત શેરબજાર આજે એટલે કે શનિવારે સવારે 9થી બપોરે 3:30 વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં આવ્યું છે. શનિવારે શેરબજાર ખુલતાની સાથે સેન્સેક્સમાં 742 પોઈન્ટ તો નિફટીમાં 250 પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે. સંપૂર્ણ ટ્રેડિંગ સેશન માટે સેન્સેક્સ 71,920 પોઈન્ટની ઉપર ખુલ્યો જ્યારે નિફ્ટી 21,700ની નજીક ખૂલ્યો હતો. આજે શેરબજાર ખુલ્લું રાખવામાં આવ્યું છે કારણ કે સ્ટોક એક્સચેન્જો એવા નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)એ 19 જાન્યુઆરીએ જણાવ્યું હતું કે, અયોધ્યામાં ભગવાન રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખીને 20 જાન્યુઆરીએ ફુલ-ડે ટ્રેડિંગ (ફૂલ ટ્રેડિંગ સેશન) અને 22 જાન્યુઆરીએ ટ્રેડિંગમાં રજા રહેશે.
સોમવારે ટ્રેડિંગ બંધ રહેશે તો આજે(શનિવારે) ફૂલ ટ્રેડિંગ સેશન
બોમ્બે સ્ટોક એક્સચેન્જે શુક્રવારે એક પરિપત્રમાં જાહેરાત કરી હતી કે, શનિવારે શેરબજારોમાં સંપૂર્ણ ટ્રેડિંગ સેશન(full trading session) રહેશે. આ દરમિયાન ટ્રેડિંગ સત્ર નિયમિત કલાકો દરમિયાન થશે અને તેમાં ઇક્વિટી, સિક્યોરિટીઝ, લેન્ડિંગ એન્ડ બોરોઇંગ (SLB) અને ઇક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટ્સ આવરી લેવામાં આવશે.” મહારાષ્ટ્રમાં સોમવારના રોજ અયોધ્યા રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોવાથી આપવામાં આવેલી જાહેર રજાના કારણે ઇક્વિટી, ડેબ્ટ(દેવું) અને મની માર્કેટમાં ટ્રેડિંગ બંધ રહેશે. શેરબજાર માટેની અગાઉની યોજનાઓમાં શનિવારે બે વિશેષ ટ્રેડિંગ સત્રોનો સમાવેશ થતો હતો, જેનો હેતુ ટ્રેડિંગ માટે નિષ્ફળ સલામત સિસ્ટમ(failsafe system)નું પરીક્ષણ કરવાનો હતો.
આ પણ જુઓ :આંત્રપ્રિન્યોરશિપ ઈન્સ્ટિટ્યૂટઃ 27 દેશના 71 પ્રોફેશનલને આપવામાં આવી તાલીમ