ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પહેલી વખત સુપ્રીમ કોર્ટમાં 3 દલિત જજ હશે, કોણે કરી કેન્દ્રને ભલામણ?

Text To Speech
  • સુપ્રીમ કોર્ટને મળશે વધુ એક દલિત સમુદાયના જજ
  • સુપ્રીમ કોર્ટમાં દલિત સમુદાયના બે જજ પહેલેથી સેવા આપી રહ્યા છે
  • જસ્ટિસ ગવઈ બાદ સુપ્રીમ કોર્ટના જજની સંખ્યા સંપૂર્ણ 34 થઈ જશે

નવી દિલ્હી, 19 જાન્યુઆરી: સુપ્રીમ કોર્ટને વધુ એક જજ મળશે. કર્ણાટક હાઈકોર્ટના જસ્ટિસ પ્રસન્ના બી વરાલેની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક માટે સુપ્રીમ કોર્ટના કોલેજિયમ દ્વારા કેન્દ્ર સરકારને ભલામણ કરવામાં આવી છે. જસ્ટિસ વરાલે સુપ્રીમ કોર્ટના ત્રીજા દલિત જજ હશે. આ નિમણૂક બાદ પહેલીવાર સુપ્રીમ કોર્ટમાં ત્રણ જજ દલિત સમુદાયમાંથી હશે.

આ નિર્ણય CJI DY ચંદ્રચુડ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ અનિરુદ્ધ બોઝના કોલેજિયમનો છે. આ નિમણૂક બાદ સુપ્રીમ કોર્ટમાં જજોની સંપૂર્ણ સંખ્યા 34 જજોની થઈ જશે.

જસ્ટિસ ગવઈ ચીફ જસ્ટિસ બનશે

હાલમાં સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સીટી રવિકુમાર દલિત છે. જસ્ટિસ ગવઈ દેશના મુખ્ય ન્યાયાધીશ પણ બનશે.

સુપ્રીમ કોર્ટના જજ બનવા માટે યોગ્યતા

  • બંધારણના અનુચ્છેદ 124 મુજબ, તેઓ ભારતનો નાગરિક હોવા જોઈએ અને તેમની ઉંમર 65 વર્ષથી વધુ ન હોવી જોઈએ
  • ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી એક અથવા વધુ હાઈકોર્ટના જજ (સતત) રહ્યા હોય
  • ઓછામાં ઓછા દસ વર્ષ માટે વકીલ તરીકે કામ કર્યું હોય

આ પણ વાંચો: બિલ્કિસબાનો કેસમાં દોષિતોને ઝટકો, શરણાગતિની મુદત વધારવા SCનો ઈનકાર

Back to top button