ટ્રેન્ડિંગધર્મ

હિન્દુ ધર્મમાં છે રાંધવા-ખાવાના પણ નિયમોઃ રાખશો ધ્યાન તો રહેશો ખુશ

Text To Speech
  • ભોજન બનાવતા પહેલા ઘરની ગૃહિણીએ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે રસોડું સંપૂર્ણ સ્વચ્છ હોય. ભોજન બનાવનાર વ્યક્તિ પણ તન અને મનથી પવિત્ર હોવી જોઈએ.

હિન્દુ ધર્મમાં રસોઈ બનાવવા અને ખાવાના પણ કેટલાક નિયમો છે, જેનું દરેક વ્યક્તિએ પાલન કરવું જોઈએ. કારણ કે ભોજન બનાવતી વખતે અને જમતી વખતે થયેલી ભૂલોથી ભોજનનો અનાદર થાય છે અને દેવી અન્નપૂર્ણા નારાજ થાય છે. દેવી લક્ષ્મી પણ આવા ઘરમાં વાસ કરતી નથી. તો ચાલો જાણીએ કે રસોઈના અને જમવાના નિયમો શું છે.

  • ભોજન બનાવતા પહેલા ઘરની ગૃહિણીએ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે રસોડું સંપૂર્ણ સ્વચ્છ હોય. ભોજન બનાવનાર વ્યક્તિ પણ તન અને મનથી પવિત્ર હોવી જોઈએ.
  • ભોજન કરતા પહેલા દેવતાઓને ભોગ અર્પણ કરવાનું ભૂલશો નહીં. જો ભોજન સાત્વિક નથી અથવા કોઈ કારણસર તમે ભગવાનને ધરાવી શકતા નથી તો જમતા પહેલા અન્નનો આભાર માનવાનું ન ચુકશો.
  • આ સાથે શાસ્ત્રોમાં ભોજન મંત્રોનો પણ ઉલ્લેખ છે. તમે આ મંત્રોનો પાઠ કરી શકો છો ब्रहमैव तेन गन्तव्यं ब्रहमकर्मसमाधिना ॥ ॐ सह नाववतु। सह नौ भुनक्तु। सह वीर्यं करवावहै। तेजस्विनावधीतमस्तु

હિન્દુ ધર્મમાં છે રાંધવા-ખાવાના પણ નિયમોઃ રાખશો ધ્યાન તો રહેશો ખુશ hum dekhenge news

જમવાની દિશા

ખોરાક ખાવા માટે હંમેશા તમારા જમણા હાથનો ઉપયોગ કરો. ઊંધા હાથે ભોજન કરવું એ ભોજનનું અપમાન માનવામાં આવે છે. આ વાતનું પણ ધ્યાન રાખો કે જમતી વખતે તમારો ચહેરો પૂર્વ દિશા તરફ હોવો જોઈએ. તેને દેવી-દેવતાઓની દિશા માનવામાં આવે છે. તેથી આ દિશામાં મુખ રાખીને ભોજન કરવું શુભ છે.

શુદ્ધ મનથી ખોરાક ખાવો

જે રીતે ભોજન બનાવતા પહેલા શરીર અને મનની શુદ્ધતા જરૂરી છે, તેવી જ રીતે ભોજન કરતી વખતે પણ શરીર અને મનની શુદ્ધિ જરૂરી છે. તેથી કદી ઝઘડો કરતા કરતા અથવા મનમાં ખોટી લાગણીઓ સાથે ક્યારેય જમવું ન જોઈએ નહીં.

પથારીમાં બેસીને ન ખાવું

પથારીમાં બેસીને ભોજન કરવું શુભ માનવામાં આવતું નથી. આ સાથે ભૂખ કરતાં વધુ ભોજન થાળીમાં ન લેવું અને ભોજનનો બગાડ પણ ન કરવો. આમ કરવાથી દેવી અન્નપૂર્ણા નારાજ થાય છે અને ક્રોધિત થઈને ઘરની બહાર નીકળી જાય છે.

આ પણ વાંચોઃ રામ નગરી અયોધ્યામાં હોટેલ ઉદ્યોગમાં તેજી, નોકરીઓની તકો વધી

Back to top button