રામલલાની પહેલી ઝલક જોઈને દિગ્વિજય સિંહે કહ્યું- ‘પ્રતિમા બાળ રૂપમાં નથી…’
અયોધ્યા, 19 જાન્યુઆરી 2024: અયોધ્યામાં નવનિર્મિત ભવ્ય રામ મંદિરમાં ભગવાન રામલલાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. પૂજા સંકલ્પ બાદ રામલલાની નવનિર્મિત મૂર્તિને ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવી હતી. આ દરમિયાન કોંગ્રેસના નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહનું મોટું નિવેદન સામે આવ્યું છે. રામલલાની મૂર્તિ પર કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે કહ્યું કે, ‘રામલલાની મૂર્તિ માતા કૌશલ્યાના ખોળામાં બાળકના રૂપમાં હોવી જોઈએ, પરંતુ રામ જન્મભૂમિ મંદિરમાં જે મૂર્તિનો અભિષેક કરવામાં આવી રહ્યો છે તે બાળ સ્વરૂપ નથી.
मैं तो शुरू से यही कह रहा हूँ जिस राम लला की मूर्ति रखे जाने पर विवाद हुआ विध्वंस हुआ वह कहाँ है? दूसरी मूर्ति की क्या आवश्यकता थी? हमारे गुरु स्व द्वारिका व जोशीमठ में शंकराचार्य स्वामी स्वरूपानंद जी महाराज ने यह भी सुझाव दिया था कि राम जन्म भूमि मंदिर में भगवान राम की मूर्ति…
— digvijaya singh (@digvijaya_28) January 19, 2024
રામ મંદિરના સ્થાનને લઈને પણ સવાલો ઉઠાવવામાં આવ્યા
કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે પણ આ પહેલા કહ્યું હતું કે, ‘રામલલાની તે પ્રતિમા ક્યાં છે જેના પર આખી લડાઈ થઈ હતી? તે પ્રતિમા શા માટે સ્થાપિત ન કરાઈ? નવી પ્રતિમાની શું જરૂર હતી?’ આ સાથે દિગ્વિજય સિંહે રામ મંદિરના સ્થાનને લઈને પણ સવાલો ઉઠાવ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી સિંહે કહ્યું હતું કે, રામ મંદિર અને બાબરી મસ્જિદના સ્થાનને લઈને વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. આ 150 વર્ષ જૂનો વિવાદ છે. વિવાદનું મૂળ એ હતું કે જ્યાં ભગવાન રામનો જન્મ થયો હતો ત્યાં મંદિર બનાવવું જોઈએ અને જ્યાં મસ્જિદ હતી. જ્યારે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે વિવાદિત જમીન પર મંદિર બનાવી શકાય છે, તો પછી ત્યાં કેમ ન બનાવવામાં આવ્યું?