ભક્તોને રામ મંદિરનું ભ્રમણ કરાવશે ઇલેક્ટ્રિક સોલાર બોટ
અયોધ્યા, 18 જાન્યુઆરી : 22 જાન્યુઆરીએ યોજાનાર શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા શ્રી રામની નગરી અયોધ્યાને આધુનિક ધાર્મિક શહેર તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. તેથી સરયુ નદીમાં સૌર ઊર્જાથી ચાલતી ઇલેક્ટ્રિક બોટ લોન્ચ કરવામાં આવી છે. દેશમાં આ પહેલી વખત છે કે, નદીમાં સોલાર બોટ લોન્ચ કરવામાં આવી હોય. આ સૌર સક્ષમ બોટ યુપી સરકારની ન્યુ એનર્જી ડેવલપમેન્ટ ઓથોરિટી (UPNEDA) દ્વારા પૂણે સ્થિત બોટ મેન્યુફેક્ચરિંગ કંપની સાથે મળીને તૈયાર કરવામાં આવી છે. અયોધ્યા ઉપરાંત વારાણસીની ગંગા નદીમાં પણ આ સોલાર બોટ લોન્ચ કરવામાં આવશે. આ સોલાર બોટ ઘણી રીતે ખાસ છે અને તેને સૌર ઊર્જા ઉપરાંત બેટરીથી પણ ચલાવી શકાય છે.
આ સૌર બોટની ખાસિયતો :
જૈવિક ઇંધણ (Fossil Fuel) પર ચાલતી બોટ દ્વારા હવાની સાથે સાથે ધ્વનિ પ્રદૂષણ પણ થાય છે. ક્લીન એનર્જી વાળી આ બોટમાં ડ્યુઅલ મોડ ઓપરેટિંગ સિસ્ટમ લાગેલી છે, જે 100% સોલાર પાવર પર આધારિત છે. તેને સૌર તેમજ ઈલેક્ટ્રીક પાવર સાથે ઓપરેટ કરી શકાય છે.
આ કૈટામરૈન કેટેગરીની બોટ છે, જેમાં બે સ્ટ્રક્ચર એક સાથે જોડાયેલા છે અને ફાઈબર ગ્લાસ બોડી છે, જેના કારણે તેનું વજન ઓછું છે અને તે હેવી ડ્યુટી ઓપરેશન કરવા સક્ષમ છે.
આ ઇલેક્ટ્રિક સોલાર બોટમાં એક સાથે 30 મુસાફરો બેસી શકશે. તેનું સંચાલન અયોધ્યાની સરયૂ નદીમાં બનેલા ‘નવા ઘાટ’ પરથી કરવામાં આવશે. આ બોટ દ્વારા ભક્તો લગભગ 45 મિનિટમાં ‘અયોધ્યા દર્શન’ કરી શકશે.
આ બોટ દ્વારા સરયૂ નદીના કિનારે બનેલા ઐતિહાસિક મંદિરો અને ધરોહર જોઈ શકશો. એકવાર ફુલ ચાર્જ થયા બાદ તેને 5 થી 6 કલાક સુધી ઓપરેટ કરી શકાય છે.
આ બોટની સુવિધાઓ :
આ સોલાર બોટમાં 3.3 કિલોવોટ રૂફ ટોપ સોલર પેનલ છે, જે 550 વોટ એનર્જી જનરેટ કરી શકે છે.
તેમાં 12 વોલ્ટની ટ્વીન મોટર છે, જે 46 કિલોવોટ પ્રતિ કલાકની ક્ષમતાવાળી બેટરીથી કામ કરે છે.
આ સોલાર ઇલેક્ટ્રિક બોટની સ્પીડ 6 નોટ્સ થી 9 નોટ્સની વચ્ચે હશે.
આ ઉપરાંત, તે રિમોટ વ્યૂઈંગ કેપેસિટીથી સજ્જ છે, જેના કારણે આ બોટનું નિરીક્ષણ સરળતથી કરી શકાય છે.
આ પણ વાંચો : શ્રી રામલલાની મૂર્તિના થયા દર્શન, તસવીર થઈ જાહેર