ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

હોલિવૂડ સિંગર બન્યા વડાપ્રધાનના ફેન, ‘ભારત માટે પીએમ મોદી શ્રેષ્ઠ છે’

અમેરિકા, 19 જાન્યુઆરી 2024: ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત અને ભારત-અમેરિકા સંબંધો માટે શ્રેષ્ઠ નેતા છે.’ આ વાત આફ્રિકન-અમેરિકન હોલીવુડ અભિનેત્રી અને ગાયિકા મેરી મિલબેને કહી છે. તેમણે કહ્યું કે અમેરિકામાં ઘણા લોકો ઈચ્છે છે કે વડાપ્રધાન ફરીથી ચૂંટણી જીતે, જેથી બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બને. મિલબેને એમ પણ કહ્યું કે તેમને લાગે છે કે પીએમ મોદી મે મહિનામાં યોજાનારી ચૂંટણી જીતવાના માર્ગે છે.

મેરી મિલબેને કહ્યું, ‘હું તમને જણાવવા માંગુ છું કે અહીં અમેરિકામાં વડાપ્રધાન માટે ચોક્કસપણે ઘણુ સમર્થન છે. હું માનું છું કે ઘણા લોકો વડાપ્રધાનને ફરીથી ચૂંટાયેલા જોવા માંગે છે કારણકે તેઓ ભારત માટે શ્રેષ્ઠ નેતા છે. મેરી મિલબેનની ભારતમાં ખૂબ મોટી ફેન ફોલોઈંગ છે. તેણીએ ભારતીય રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ અને હિન્દુ ગીત ‘ઓમ જય જગદીશ હરે’ પણ ગાયું છે.

મિલબેને ભારતીયોને મતદાન કરવા અપીલ કરી

મેરી મિલબેને કહ્યું, ‘હું માનું છું કે આ ચૂંટણીની મોસમ અમેરિકા, ભારત અને વિશ્વ માટે સૌથી મહત્વપૂર્ણ ચૂંટણી સિઝનમાંની એક બનવાની છે. તેથી નાગરિકો તરીકે આપણા બધાની જબરદસ્ત જવાબદારી છે અને આપણે તેને પૂરી કરવાની છે. મિલબેને ભારતીયોને મતદાન કરવાની અપીલ પણ કરી છે. તેણીએ કહ્યું, ‘હું ભારતમાં મારા તમામ પ્રિય પરિવારને આ ચૂંટણીની મોસમમાં મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરું છું, જેથી તમારો અવાજ સાંભળી શકાય.’

પીએમ મોદી ભારત માટે શ્રેષ્ઠ નેતા છે: મિલબેન

મિલબેને કહ્યું, ‘આ કોઈ રહસ્ય નથી, આખું ભારત જાણે છે કે હું પીએમ મોદીની મોટી સમર્થક છું અને મને લાગે છે કે તેઓ ભારત માટે શ્રેષ્ઠ નેતા છે. તેઓ ભારત-અમેરિકા સંબંધો માટે પણ વધુ સારા નેતા છે. તેમણે કહ્યું, ‘આ તે સમય છે જ્યારે નાગરિકોએ અવાજ ઉઠાવવાની, તેમની માન્યતાઓને શેર કરવાની, તે વસ્તુઓ, તે નીતિઓ જે આપણા દેશો અને ચોક્કસપણે આપણા નેતાઓ માટે મહત્વપૂર્ણ છે તે શેર કરવાની જરૂર છે. આપણી પાસે આપણા દેશોમાં પરિવર્તન લાવવાની શક્તિ છે.

અમેરિકા અને ભારત બંનેમાં ચૂંટણી યોજાવાની છે

દેશમાં આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેના માટે માર્ચ-એપ્રિલમાં મતદાન થઈ શકે છે. અમેરિકામાં પણ આ વર્ષે નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવા જઈ રહી છે. મેરી મિલબેન અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપી રહ્યાં છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગયા વર્ષે જૂનમાં અમેરિકાની રાજ્ય મુલાકાતે ગયા ત્યારે મેરી મિલબેને એક કાર્યક્રમમાં ભારતનું રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ ગાયું હતું. ત્યારથી તે ભારતમાં ખૂબ જ લોકપ્રિય બની છે.

Back to top button