અયોધ્યાના રામમંદિર ખાતે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને પગલે અમદાવાદમાં ઉજવણી, ગોર મહારાજની અછત
- ગોર મહારાજ અછત સર્જાતા બહારગામથી બોલાવવા પડે તેવી સ્થિતિ ઉદ્ભવી
- એડવાન્સ બુકિંગ થઈ રહ્યા હોવાની માહિતી જાણવા મળ્યું
- બપોરે 12થી 2 વાગ્યાની વચ્ચેના સમયગાળામાં વધુ કાર્યક્રમો
અયોધ્યાના રામમંદિર ખાતે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને પગલે અમદાવાદમાં ઉજવણી થઇ રહી છે. ત્યારે ગોર મહારાજની અછત જોવા મળી છે. શહેરમાં 4 હજારથી વધુ સ્થળે સુંદરકાંડ, હનુમાન ચાલીસાના આયોજન થતા ગોરમહારાજોના બુકિંગ થયા છે. 22મીએ મોટાભાગની સોસાયટીઓ, ફ્લેટોમાં રામધૂન, યજ્ઞ અને ધાર્મિક કાર્યક્રમોના આયોજનોની ભરમાર છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડી બાબતે રાહત, મોટાભાગના શહેરોમાં તાપમાન 1 ડિગ્રી ઊંચકાયું
ગોર મહારાજ અછત સર્જાતા બહારગામથી બોલાવવા પડે તેવી સ્થિતિ ઉદ્ભવી
બ્રાહ્મણોની અછત સર્જાતા બહારગામથી બોલાવવા પડે તેવી સ્થિતિ ઉદ્ભવી છે. ભજન મંડળીઓ, સુંદરકાંડ-રામધૂન કરતા મંડળોને એક દિવસમાં ચારથી પાંચ સ્થળે આયોજનો કરવા પડે તેવો ઘાટ છે. અયોધ્યાના રામમંદિર ખાતે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને પગલે અમદાવાદ સહિત દેશભરમાં ઉજવણીનો માહોલ સર્જાયો છે. 22મી જાન્યુ.એ યોજાનારા આ મહોત્સવને પગલે શહેરની વિવિધ સોસાયટીઓ, ફ્લેટો અને મંદિરોમાં યજ્ઞ, સુંદરકાંડ, અખંડ રામાયણ, હનુમાન ચાલીસા, રામધૂન અને ભજનોના વિશેષ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે, જેને પગલે ગોરમહારાજોની ખાસ્સી ડિમાન્ડ જોવા મળી રહી છે.
આ પણ વાંચો: કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડાએ આપ્યું રાજીનામું
બપોરે 12થી 2 વાગ્યાની વચ્ચેના સમયગાળામાં વધુ કાર્યક્રમો
આ દિવસે શહેરમાં જ અંદાજે ચાર હજારથી વધુ સુંદરકાંડ અને યજ્ઞન સહિતના ધાર્મિક કાર્યક્રમોના આયોજનના બુકિંગ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. આમ ગોરમહારાજની અછત સર્જાતા બહારગામથી મહારાજ બોલાવવા પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે. ખાસ કરીને બપોરે 12થી 2 વાગ્યાની વચ્ચેના સમયગાળામાં વધુ કાર્યક્રમો યોજાશે. ઉલ્લેખનીય છે કે, આ દિવસે રામઅર્ચ યજ્ઞ, રામ યજ્ઞ, મારુતિ યજ્ઞ અને હોમાત્મક સુન્દરકાન્ડ યજ્ઞનું વિશેષ મહત્ત્વ છે.
આ પણ વાંચો: ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટના પોર્ટલ પર પાન-આધાર કાર્ડ લિંક કરતા પહેલા આ સમાચાર ખાસ વાંચો
એડવાન્સ બુકિંગ થઈ રહ્યા હોવાની માહિતી જાણવા મળ્યું
22 જાન્યુ.ના દિવસે પૂજા-યજ્ઞના અસંખ્ય કાર્યક્રમો યોજાવાના હોવાથી બજારમાં પૂજાપાના સાધનસામગ્રીની માગમાં અત્યંત વધારો થયો છે. બજારમાં યજ્ઞ કુંડની ખરીદી માટે અને હવનકુંડ ભાડે લેવા માટે પણ ભક્તોની ભીડ જોવા મળી રહી છે. આ સાથે હવન સામગ્રીની સાથે સુંગધિત અગરબતી અને ધૂપની પણ માગમાં વધારો થયો છે. ગાયના છાણાઓનો સ્ટોક માગ કરતાં ઓછો હોવાથી તેના પણ એડવાન્સ બુકિંગ થઈ રહ્યા હોવાની માહિતી જાણવા મળ્યું છે.