- માવઠાની આશંકા નથી, ખેડૂતો પાકની માવજત કરી શકશે
- નવા અઠવાડિયાની શરુઆતમાં ઠંડીનો ચમકારો થશે
- સુરેન્દ્રનગરમાં 15.0 ડિગ્રી, મહુવામાં 14.6 ડિગ્રી તાપમાન
ગુજરાતમાં ઠંડી બાબતે રાહત થઇ છે. જેમાં મોટાભાગના શહેરોમાં તાપમાન 1 ડિગ્રી ઊંચકાયું છે. ત્યારે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું છે. તેમજ ડીસામાં 12.2 ડિગ્રી, વડોદરામાં 13.2 ડિગ્રી તાપમાન રહ્યું છે. તેમજ નવા અઠવાડિયાની શરુઆતમાં ઠંડીનો ચમકારો અનુભવાશે.
આ પણ વાંચો: વડોદરાની દૂર્ઘટના અંગે 18 લોકો સામે ફરિયાદ દાખલ, જાણો કોણ છે આરોપીઓ!
સુરેન્દ્રનગરમાં 15.0 ડિગ્રી, મહુવામાં 14.6 ડિગ્રી તાપમાન
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદની કોઇ શક્યતા નથી. તેમજ 11.2 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર છે. તથા અમદાવાદમાં 13.4 ડિગ્રી, ગાંધીનગરમાં 11.5 ડિગ્રી, ડીસામાં 12.2 ડિગ્રી, વડોદરામાં 13.2 ડિગ્રી તાપમાન, સુરતમાં 16.0 ડિગ્રી, ભુજમાં 13.4 ડિગ્રી તાપમાન, કંડલામાં 14.6 ડિગ્રી,અમરેલીમાં 14.7 ડિગ્રી, પોરબંદરમાં 15.2 ડિગ્રી, રાજકોટમાં 13.8 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 15.0 ડિગ્રી, મહુવામાં 14.6 ડિગ્રી તાપમાન રહ્યું છે.
ખેડૂતો પાકની માવજત કરી શકશે
મહત્તમ તાપમાન 264 થી 28.2 અને લઘુતમ તાપમાન 12.8 થી 14 સે. રહી શકે છે. તેમજ ભેજનું પ્રમાણ 19થી 38 ટકા સુધી જોવા મળી શકે છે. ભેજનું પ્રમાણ વધતાં ખેડૂતને રવિ પાકના વાવેતરમાં ફાયદો થશે. ઠંડી વધતા લોકો વહેલી સવારે તાપણું કરતા જોવા મળે છે. તેમજ હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદની કોઇ શક્યતા નહીં દેખાતા ખેડૂતો પાકની માવજત કરી શકશે.