ટ્રેન્ડિંગનેશનલબિઝનેસયુટિલીટીવિશેષ

લગ્નસરાના માત્ર ૨૩ દિવસમાં દેશમાં પાંચ લાખ કરોડ રૂપિયાનું ટર્નઓવર

અમદાવાદ, 19 જાન્યુઆરી :  દેશમાં ફરીથી લગ્નસરાની સીઝન ચાલુ થઇ ગઇ છે. આ અગાવ ચાલેલી 23 દિવસની લગ્નસરાની સીઝનમાં દેશને લગભગ પાંચ લાખ કરોડ રૂપિયાનું ટર્નઓવરથયું છે. લગ્નએ ભારતીય સંસ્કૃતિ અને જીવનનો મહત્વપૂર્ણ પ્રસંગ છે. તે સામાજિક અને આર્થિક દ્રષ્ટિએ મહત્વ ધરાવે છે. દેશમાં ફરીથી લગ્નસરાની સિઝનએ જોર પકડ્યું છે. ભારતમાં સૌથી વધુ ચર્ચાતી અને વેપાર-ધંધાને વેગ આપતી લગ્નની સીઝનમાં પરંપરાગત રિવાજો અને ઉજવણીઓ ઉપરાંત, આ લગ્નો અર્થતંત્રને પણ મજબૂત બનાવે છે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના અંદાજ મુજબ નવેમ્બર-ડિસેમ્બર,2023માં થનાર લગ્નોથી 4.25 લાખ કરોડ રૂપિયાનું બિઝનેસ ટર્નઓવર થયું છે.

દિવાળીના તહેવારોની સિઝનમાં રેકોર્ડ બ્રેક વેચાણ થયું હતું. હવે શરૂ થતાં લગ્નસરાની સીઝનમાં ગ્રાહકોની માંગને પહોંચી વળવા માટે વેપારી સમુદાય સંપૂર્ણ રીતે તૈયાર છે. વેપારીઓના સંગઠન કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) એ આશા વ્યક્ત કરી છે કે આગામી લગ્ન સિઝનમાં દેશભરમાં લગભગ લખો લગ્નો સંપન્ન થશે, જેના પરિણામે દેશમાં માલસામાન અને સેવાઓની નિકાસમાં પણ વધારો થશે.

ભારતીય અર્થતંત્ર માટે શુભ સંકેત

સીએઆઇટીના રાષ્ટ્રીય અધ્યક્ષએ જણાવ્યું હતું કે રાજધાની દિલ્હી લગ્નની બાબતમાં સૌથી આગળ છે અને આ 23 દિવસમાં દિલ્હીમાં 3.5 લાખ લગ્નો થયા હતા. બિઝનેસ ટર્નઓવરની વાત કરીએ તો, એકલી રાજધાની દિલ્હીમાં 1 લાખ કરોડ રૂપિયાની આવક થઈ હતી. ગત વર્ષની સરખામણી કરીએ તો તે સિઝનમાં લગભગ 32 લાખ લગ્નો થયા હતા જેણે 3.75 લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. જ્યારે આ વર્ષે 23 નવેમ્બરથી 15 ડિસેમ્બર,2023ના સમયગાળા દરમિયાન લગભગ 38 લાખ લગ્નો થયા હતા. જેનો કુલ ખર્ચ આશરે 4.7 લાખ કરોડ રૂપિયા થયો હતો. જે લગ્ન સમારંભોમાં સતત થઇ રહેલી વૃદ્ધિના સંકેત આપે છે. આ અંદાજો વિવિધ રાજ્યોના 30 શહેરોના વેપારી, સંસ્થાઓના માલસામાન અને સેવાઓના હિતધારકો પાસેથી મળેલા ડેટા પર આધારિત છે

ભારતીય અર્થતંત્ર માટે શુભ સંકેત

આ સમયગાળા દરમિયાન લગભગ 38 લાખ લગ્નો થશે અને કુલ ખર્ચ આશરે 4.7 લાખ કરોડ રૂપિયા થશે, એમ CAITના મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે પીટીઆઈને જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ગયા વર્ષે લગભગ 32 લાખ લગ્નો થયા અને કુલ ખર્ચ 3.75 લાખ કરોડ રૂપિયા હતો. તેથી, આ વર્ષે (ખર્ચ) અંદાજે રૂ. 1 લાખ કરોડનો વધારો થવાની ધારણા છે જે ભારતીય અર્થતંત્ર અને છૂટક વેપાર માટે સારો સંકેત છે.

દિવાળીમાં રેકોર્ડ શોપિંગ

આ વર્ષે દિવાળીના તહેવારોની સિઝનમાં દેશભરના બજારોમાં 3.75 લાખ કરોડ રૂપિયાથી વધુનું રેકોર્ડ બ્રેક ટર્નઓવર થયું છે. દેશમાં તહેવારો પર ગ્રાહકો દ્વારા ભારતીય સામાનની મોટાપાયે ખરીદી કરવામાં આવે છે.

આ ઉપરાંત, ભારતમાં લોકો હવે તેમના વતનને બદલે ફેમસ વેડિંગ ડેસ્ટીનેશનલ પર લગ્ન કરવા લાગ્યા છે. જેમા ગોવા, જયપુર, કેરળ અને શિમલા જેવા સ્થળોનો સમાવેશ છે. આ સ્થળો માત્ર લગ્નોમાં ગ્લેમર જ નાથી ઉમેરતા પરંતુ રાજ્યોની અર્થવ્યવસ્થાને મજબૂત બનવવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપે છે.

આ પણ વાંચો : પીએમ મોદીએ રામ મંદિર પર ટપાલ ટિકિટ અને ‘રામ ટિકિટ’ અંગેના પુસ્તકનું વિમોચન કર્યું

Back to top button