ગુજરાતટોપ ન્યૂઝ

હરણી દુર્ઘટના : જિલ્લા મેજિસ્ટ્રેટને સોંપાઈ તપાસ, CM અને ગૃહમંત્રી પહોંચ્યા વડોદરા

Text To Speech

વડોદરા, 18 જાન્યુઆરી : વડોદરામાં ન્યૂ સનરાઈઝ સ્કૂલની પિકનિક દરમિયાન હરણી તળાવમાં મોટી હોનારત સર્જાઈ હતી. જેમાં અત્યાર સુધી 2 શિક્ષિકાઓ અને 13 વિદ્યાર્થીઓ સહિત કુલ 15ના મોતથી અરેરાટી વ્યાપી ગઈ હતી. ત્યારે આ મામલે હવે રાજ્ય સરકારે જિલ્લા મેજિસ્ટ્રેટને તપાસના આદેશ આપ્યા છે અને અઠવાડિયામાં આ અંગેનો રિપોર્ટ સોંપવા સૂચના અપાઈ છે.

મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પહોંચ્યા વડોદરા

બોટ સંચાલક સહિત 5 સામે ફરિયાદ

આ ગોઝારી ઘટનામાં હોડીના કોન્ટ્રાક્ટર કોટિયા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ લિમિટેડની મોટી બેદરકારી સામે આવી છે. 12 બેઠકોની ક્ષમતા ધરાવતી હોડીમાં 27 લોકોને બેસાડ્યા હોવાનો તેમજ લાઈફ જેકેટ પણ પહેરાવ્યા ન હોવાની વિગતો સામે આવી છે. હરણી તળાવમાં હોડી ચલાવવાનો કોન્ટ્રાક્ટ પરેશ શાહ હોવાનો ખુલાસો થયો છે. ત્યારે હવે પ્રાથમિક માહિતી મુજબ આ ઘટનામાં રાજ્ય સરકારે ત્વરિત પગલાં લેતા બોટ સંચાલક સહિત 5 સામે હરણી પોલીસ મથકે ફરીયાદ નોંધવવામાં આવી છે.

બોટમાં 30 લોકોને બેસાડવામાં આવ્યાં હતાં

બોટમાં સવાર બચી ગયેલા માસુમ બાળકે મીડિયા સામે જણાવ્યું હતું કે, અમારી બોટ ડૂબી ગઈ હતી. થોડા લોકો નીચે જતાં રહ્યાં અને હું એકલો જ હતો અને પછી થોડા લોકો ઉપર આવ્યાં પછી પાઈપ આવી અને પાઈપ પકડીને ઉપર આવી ગયાં. બોટમાં 30 લોકોને બેસાડવામાં આવ્યાં હતાં જેમાં 7 ટીચર હતાં. બધાને લાઈફ જેકેટ પહેરાવવામાં આવ્યાં નહોતાં. જ્યારે વાલીએ કહ્યું કે બોટિંગનો જે ચાર્જ લેવામાં આવે છે ત્યારે બાળકોને લાઈફ જેકેટ વગર એન્ટ્રી અપાય જ નહીં. આ ઘટના સામે કડક પગલાં લેવા જરૂરી છે.

Back to top button