ગુજરાતચૂંટણી 2024નેશનલ
ગુજરાત BJP એ શરૂ કરી લોકસભા ચૂંટણીની તૈયારી : 24 બેઠકોના પ્રભારી-સંયોજકો કર્યા જાહેર
ગાંધીનગર, 18 જાન્યુઆરી : ગુજરાત ભાજપે લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ દ્વારા રાજ્યની 24 લોકસભાની બેઠકો માટે પ્રભારી અને સંયોજકની જાહેરાત કરવામાં આવી છે. આમ તો 26 બેઠક છે પણ તે પૈકી ગાંધીનગર અને સુરત સીટમાં પ્રભારી અને સંયોજકની નિમણૂક કરવાના બાકી છે. ભાજપે સંગઠનના હોદેદારો, પૂર્વ મંત્રી, વર્તમાન અને પૂર્વ ધારાસભ્ય સહિતના નેતાઓને જવાબદારી સોંપી છે.
ભાજપના પ્રભારી અને સંયોજકની યાદી
BJP મોટાભાગના ઉમેદવાર વહેલા જાહેર કરશે
ઉલ્લેખનિય છે કે, ભાજપે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગણા અને મિઝોરમની વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલા જ ઉમેદવારોના નામ જાહેર કરવાના શરૂ કરી દીધા હતા. ભાજપનું માનવું છે કે, આમ કરવાથી ઉમેદવારોને પ્રચાર કરવાની તક મળશે અને તેનો જ ફાયદો પાંચ રાજ્યોમાંથી 3 રાજ્યોમાં જોવા મળ્યો હોવાનું પણ મનાય છે.