ક્યારેય બિસ્કિટથી બનેલું આવું સુંદર રામ મંદિર જોયું છે?
પશ્ચિમ બંગાળ, 18 જાન્યુઆરી : આયોધ્યાના રામ મંદિરના ઉદ્દઘાટન કાર્યક્રમને લઈને સમગ્ર દેશમાં આનંદનો માહોલ છે. આ કાર્યક્રમને ભવ્ય અને વિશેષ બનાવવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તેમાં એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિએ તેની અદભૂત પ્રતિભાથી પારલે-જી બિસ્કિટનો ઉપયોગ કરીને એક સુંદર રામ મંદિર ઊભું કરી દીધું છે.
વાઈરાલ વીડિયો
પશ્ચિમ બંગાળના દુર્ગાપુરના છોતન ઘોષે વાયરલ વિશ્વમાં હેડલાઇન્સ બનાવી છે. આ વ્યક્તિએ 20 કિલોના પારલે-જી બિસ્કિટનો ઉપયોગ કરીને રામ મંદિરની 4 બાય 4 ફૂટની પ્રતિકૃતિ બનાવી છે. ઘોષે તેના મિત્રો સાથે મળીને થર્મોકોલ, પ્લાયવુડ, ગ્લુ ગન અને બિસ્કિટનો ઉપયોગ કરીને લગભગ પાંચ દિવસમાં આ અનોખું માસ્ટરપીસ બનાવ્યું છે. તેની આ પવિત્ર રચનાએ લોકોનાં દિલ જીતી લીધા છે. આ વીડિયોને 50 હજારથી પણ વધુ લોકોએ જોયો છે અને કોમેન્ટો કરીને કહ્યું કે, અદ્દભુત શું ટેલેન્ટ છે ભાઈ…
Ram Mandir made from Parle G biscuits.
India is truly gifted by so many such skilled artists.Such amazing talent. JAI SHREE RAM♥️🚩 pic.twitter.com/ZOaaLaVd6y— Adv.Dr.DG Chaiwala(C.A) (@RetardedHurt) January 17, 2024
ઘોષની પ્રતિભાનો જાદુ દર્શાવતા આ વીડિયોએ તેને ટૉક ઑફ ધ ટાઉન બનાવી દીધો છે અને બધાને ચોંકાવી દીધા છે. આવી અદભૂત પ્રતિમાઓ બનાવવાનો ઘોષનો આ પહેલો પ્રયાસ નથી. આ અગાઉ, તેણે ઈસરોના ચંદ્રયાન-3ની પ્રતિકૃતિ બનાવી હતી, જેમાં એક રૉકેટ દર્શાવવામાં આવ્યું હતું. તે મોડેલ પ્રદર્શિત કરતાં તેણે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. તેમાં તેણે આશરે 30 ફૂટની ઊંચાઈએ આકાશમાં આ રૉકેટને ઉડાવ્યું હતું.
આ પણ વાંચો : શું ઐશ્વર્યાને મળશે તારક મહેતા શોમાં એન્ટ્રી?